સિંધી સમાજ અને શીખ ભાઈઓ બોહળી સંખ્યામાં જોડાયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સાથે ગીર સોમનાથ સહીત સોરઠ પંથકમાં ગુરુનાનકજીની 554મી જન્મ જયંતિ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રભાતફેરી,ગુરુગ્રંથ સાહેબનું વાંચન,ભજન સત્સંગ લંગર પ્રસાદ સહીતના ધાર્મિક કાર્યક્રોમામાં સિંધી સમાજ અને શીખ સમાજના લોકો બોહળી સંખ્યમાં ઉપસ્થિત રહી ભવ્ય ઉજવણી કરી હતી.
વેરાવળમાં 554મી ગુરુનાનક જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રભાસ પાટણમાં ચોગાન ચોક ખાતે આવેલ સિંધી વંડીમાં કીર્તન તેમજ લંગરપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. વેરાવળમાં વહેલી સવારે લિલાશાહ નગરથી સ્વામી શાંતિ પ્રકાશ હોલ સુધી પ્રભાત ફેરી, કીર્તન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ 11 કલાકે ભોગ સાહેબ, કીર્તન બપોરે સમૂહ લંગર પ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે શહેરના ટાવર ચોક, લીલાશાહ નગર, અંબાજી મંદિર રોડ, હાઉસિંગ સોસાયટી, બજરંગ સોસાયટી, 80 ફૂટ રોડ , 60 ફૂટ રોડ થઇ, ગુરૂનાનક ચોક, બિહારી નગર થઈ કરમચંદ બાપા ચોક સહિતના રાજમાર્ગો પરથી શોભાયાત્રા નીકળી હતી. જેમાં સિંધી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રાત્રે ગુરુ ગ્રંથ સાહેબની સવારી સાથે ભવ્ય દીપમાલા સાથે વિશેષ નગરકીર્તન યોજાયું હતું. અને સ્વામી શાંતિપ્રકાશ હોલ ખાતે વિવિધ સ્પર્ધાઓ, જયજયકાર સાથે ફટાકડાની આતશબાજી સાથે ગુરુનાનક દેવના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.