ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠન રાજકોટ દ્વારા તા. 1-3 ને શનિવારના રોજ તૃતિય શાહી સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડશે. તેમાં કરિયાવરમાં 160થી વધારે વસ્તુઓની ભેટ આપવામાં આવશે. જેમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠનના અધ્યક્ષ વિજયભાઈ મકવાણા, પ્રમુખ હાર્દિકભાઈ વી. ટાંક, ઉપપ્રમુખ પ્રતિકભાઈ કે. ચૌહાણ, મંત્રી વિક્રમભાઈ કાચા, સહમંત્રી દિપકભાઈ ડી. રાઠોડ, ખજાનચી સાગરભાઈ બી. જેઠવા, સહખજાનચી ધર્મેશભાઈ જે. ટાંક, સભ્ય કમલેશભાઈ એમ. જાદવ, ગૌરવભાઈ આર. મારૂ, શુભમભાઈ લાડવા, સાગરભાઈ એચ. કાચા, કમલેશભાઈ બી. ભાલીયા, ભરતભાઈ વી. રાઠોડ, નટુભાઈ કે. વાઘેલા, અશોકભાઈ જે. ચોટલીયા તેમજ સંગઠનના સર્વે સભ્યો તથા સહયોગી મંડળના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. આ તૃતિય શાહી સમૂહલગ્ન સમારોહ સેલીબ્રેશન ટ્રી પાર્ટી પ્લોટ, રીવર સાઈડ સ્કૂલ પાસે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે યોજાશે.
ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠન દ્વારા તૃતિય શાહી સમૂહલગ્ન સમારોહનું આયોજન



