ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમ્યાન આજે CR પાટીલ અને પૂર્વ CM વિજય રૂપાણીએ ગુજરાતમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર આજે વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન છે. ત્યારે સૌ મતદાતાઓ ઉમંગભેર મતદાન કરવા માટે સવારથી જ લાઇનમાં જોડાઇ ગયા છે. તેમજ કચ્છ-સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતની ચર્ચિત બેઠકો પર ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં દિગ્ગજ નેતાઓ પણ મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા છે. તેઓએ પણ સૌને મતદાન કરવા માટેની અપીલ કરી છે.
- Advertisement -
PM મોદીના પ્રત્યે લોકોને આદર છે: રૂપાણી
રાજકોટથી પૂર્વ CM વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી રૂપાણી પણ અનિલ જ્ઞાનગંગા સ્કૂલ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ સૌને મતદાન કરવા અંગેની પણ અપીલ કરી હતી. વિજય રૂપાણીએ મતદાન દરમ્યાન નિવેદન આપતા કહ્યું હતું કે, ‘ભાજપ ભારે બહુમતથી જીતશે. લોકતંત્રની રક્ષા માટે મતદાન કરવું જરૂરી છે. PM મોદીના પ્રત્યે લોકોને આદર છે.’ જ્યારે વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ મતદાન દરમ્યાન નિવેદન આપતા કહ્યું હતું કે, ‘ભાજપ મહિલા સશક્તિકરણ પર કામ કરે છે.’
Gujarat BJP chief CR Paatil casts his vote for the first phase of #GujaratElections at a polling station in Surat. pic.twitter.com/4ZcRGRtQOn
— ANI (@ANI) December 1, 2022
- Advertisement -
ભાજપ સૌથી મોટી જીત મેળવશે: CR પાટીલ
તો બીજી બાજુ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે પણ મતદાન કરતી વખતે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, ‘ભાજપ સૌથી મોટી જીત મેળવશે. આ વખતની ચૂંટણી મતદાતાઓ લડી રહ્યાં છે. મતદાતા સાથે ભારતીય જનતા પાર્ટીનો સંપર્ક છે. કોરોનાકાળમાં ભાજપ લોકોની સાથે રહ્યું હતું.’
જુઓ અત્યાર સુધીમાં કયા-કયા દિગ્ગજોએ મતદાન કર્યું?
-ધોરાજીના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા
-પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયા
-જેતપુર બેઠકના BJP ઉમેદવાર જયેશ રાદડિયા
-પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ જામનગરમાં કર્યું મતદાન
-કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ અમરેલીથી કર્યું મતદાન
-પૂર્વ CM વિજય રૂપાણી રાજકોટથી મતદાન કર્યું
-ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે મતદાન કર્યું