જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લાના કરીરી વિસ્તારમાં આતંકીઓએ CRPF અને પોલીસની સંયુક્ત નાકા પાર્ટી પર ફાયરિંગ કર્યું છે. વિસ્તારની ઘેરાબંઘી કરીને આતંકીઓની શોધખોળ ચાલી રહી છે. ચાર દિવસમાં પોલીસ પર આતંકી હુમલાની આ બીજી ઘટના છે. આ ફાયરિંગમાં ૧ પોલીસ ઓફિસર અને ૨ જવાન શાહિદ થયા છે. 14 ઓગસ્ટે નૌગામમાં આતંકીઓના ફાયરિંગમાં 2 પોલીસકર્મી શહિદ થયા હતા.
છેલ્લા ઘણા દિવસોમાં પોલીસ પાર્ટી અને સેનાના કાફલા પર આતંકી હુમલા વધી ગયા છે. 12 ઓગસ્ટે બારામૂલાના સોપોરમાં સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો, જેમાં એક જવાન ઘાયલ થયો હતો. આતંકીઓએ CRPF અને પોલીસની સંયુક્ત પાર્ટીને નિશાન બનાવ્યા હતા.