પાંચ લાખથી વધુની લીડથી જીતાડવાનો દ્રઢ સંકલ્પ: રાજદીપસિંહ જાડેજા
ખાસ-ખબર સંવાદદાતા
મનસુખ માંડવીયા ને ભાજપ દ્રારા પોરબંદરની લોકસભાની સીટ પર ઉમેદવાર જાહેર કરાતા રીબડા ખાતે છઅછ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ભાજપના યુવા આગેવાન રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા દ્રારા જંગી જીતથી જીતાડવાનો દ્રઢ સંકલ્પ ભવ્ય આતશબાજી કરવામાં આવી, સાથે સાથે પોરબંદરથી રીબડા સુઘી દરેક કાર્યકર્તાને ઉતશા ભેર પ્રચારમાં લાગી જવા તથા જંગી બહુમતી અપાવા આહવાન કરવામાં આવ્યું, આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, ગોંડલ સહીત અનેક ગામના આગેવાનો, સમાજના મોભી અગ્રણીશ્રીઓ, સરપંચ, તાલુકા પંચાયતના સદસ્યો સહીત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહીયા હતા તથા કિશોરભાઈ રૂડાભાઈ મકવાણા, દાળીયા સીટના ગોંડલ તાલુકા પંચાયત સદસ્ય હનીફ ભાઈ આમદ ભાઈ મુરી, શેમળા સીટના તાલુકા પંચાયતના સદસ્ય, રીબડા ગામના સરપંચ ભાવનાબેન મનીષભાઈ પરમાર અને ઉપ સરપંચ વિરમદેવસિંહ મહાવીરસિંહ જાડેજા,સિંધાવદરના સરપંચના પ્રતિનિધિ અજયસિંહ હરશ્ર્યામસિંહ જાડેજા, તેમજ અન્ય સરપંચો અને મોટા સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.