સૌ.યુનિ.મા પ્રોફેસરોની ઘટથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર
સરકારની સૂચનાઓ પછી પણ કુલપતિ પ્રોફેસરોની ભરતી પ્રક્રિયા આગળ વધારતા નથી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વર્ષ ર019 થી શરૂૂ થયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રોફેસરની ભરતીને લઈ કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને ઝોનલ પ્રવક્તાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા કે યુનિ.મા પ્રોફેસરોની ભરતી બાબતે ડો.ગિરીશ ભીમાણી જ્યારે કુલપતિ હતા ત્યારે ઇન્ટરવ્યૂ સુધીની પ્રક્રિયા કરવામાં આવી હતી અને ડિસેમ્બરથી સમગ્ર પ્રક્રિયાને રાજ્ય સરકારે જે તે કારણોસર અટકાવી હતી. દસ જેટલા પ્રોફેસરની ભરતી પ્રક્રિયા આગળ વધારવા રાજ્ય સરકારે પોતાના 23-2-24ના પત્ર થી યુનિવર્સિટીને છૂટ આપી હતી. પ્રોફેસરોની ઘટને કારણે અત્યારે કોન્ટ્રાકટ બેજ પ્રોફેસરો અને વીઝીટીંગ પ્રોફેસરોથી ગાડું દોડાવાય છે અને જેને લીધે યુનિવર્સિટીના ભવનોમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પણ પડી રહી છે સાથો સાથ દસ જેટલા પ્રોફેસરને રોજગારી મળે તેનો માર્ગ ખુલી ગયો છે.આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આ સમગ્ર મુદ્દાને દરેક કોલેજના યુવાનો સુધી લઇ જશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાધીસો યુવાનોને કેવો ઘોર અન્યાય કરી રહ્યા છે તે માહિતગાર કરશે. તેઓની યાદીમા વધુમા જણાવ્યું હતુ કે તુરંત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં નહી આવે તો આવનાર સમયમા વિદ્યાર્થીઓને સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.