ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વાજડી-વિરડા ગામે કાનાભાઇ હીરાભાઇ લાંબડીયાનાં પશુધન ઘેંટા બકરા કુલ-12 પશુનું તા.16નાં રોજ આકાશી વીજળી પડવાથી મૃત્યુ થવાથી પશુધનનું નુકશાન થયેલ છે. કાનાભાઇ હીરાભાઇને આવી કપરી પરિસ્થિતીમાં સહાયરૂપ થવા માટે સરકાર દ્વારા રૂ.48.000ની સહાય તાલુકા વિકાસ અધિકારી વનરાજસિંહ પી.ચૌહાણ તથા રાજાભાઇ ચાવડા, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધી, ચેતનભાઇ કથીરીયા, તાલુકા પંચાયત, રાજકોટ પ્રમુખ, વિપુલભાઇ બસીયા, તાલુકા ભાજપ મહામંત્રી, કેયુરભાઇ ઢોલરીયા, વિક્રમભાઇ હુંબલ, દિલીપભાઇ હુંબલ, ડાયાભાઇ ભરવાડ, તલાટી-કમ-મંત્રી અને અનિલભાઇ લાંબડીયા વિગેરે પદાધિકારીઓ/અધિકારીઓની ઉપસ્થીતિમાં સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો.
વીજળીથી પશુધન નુકસાનગ્રસ્ત ખેડૂતને સરકાર તરફથી સહાય ચુકવાઈ
