ગોંડલમાં કોરોના વિકરાળ બની રહ્યો છે અત્યાર સુધીમાં કુલ 400 થી પણ વધુ કોરોના પોઝીટીવ કેસ બહાર આવ્યાં છે અને 32થી વધુ વ્યક્તિઓ નાં મૃત્યુ થયાં છે.

સામાન્ય વિવાદના કારણે સાતમ-આઠમના તહેવાર પર હોસ્પિટલ બંધ થઈ હતી પરંતુ તબીબો અને અધિકારીઓએ હાર ન માની ડબલ જુસ્સાથી કોરોના યોદ્ધા બની ફરી હોસ્પિટલ શરૂ કરાવતા ગોંડલમાં કોવિડ 19 હોસ્પિટલ શરૂ થવા પામી છે

ખટારાસ્ટેન્ડ પાસે આવેલ સાયન્સ સેન્ટર ભવન માં અંદાજે 48 બેડ ની હોસ્પિટલ ફરી શરું થતા કોરોના દર્દીઓને રાહત થવા પામી છે. આ હોસ્પિટલ ફરી શરૂ કરવા માટે પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ સહિત તંત્રએ જહેમત ઉઠાવી હતી આ હોસ્પિટલમાં ડોક્ટર પિયુષ સુખવાલા, ડો. વિદ્યુત ભટ્ટ, ડો. કૌશલ ઝાલાવાડીયા, ડો. ગૌતમ પિત્રોડા, ડો. ચેતન બેલડીયા તેમજ ડો.વિપુલ વેકરીયા સહિતના તબીબો દર્દીઓની સારવાર કરી રહ્યા છે