રૂ. 582500 પ્લાસ્ટિક ના ઝબલમાં રોકડા રાખી આપલે કરતા હતા.

ગોંડલ

Ipl 20 ક્રિકેટ સીઝન દરમિયાન ગોંડલ શહેરમાં અનેક વખત ક્રિકેટ પર સટ્ટા ના દરોડા પડ્યા હોય ગતરોજ ફાઇનલ મેચ દરમિયાન જેલ ચોક જાનકી ચેમ્બરમાં પોલીસે દરોડો પાડી રૂપિયા 6 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી

પ્રાપ્ત વિગતો મુજબ જેલ રોડ જાનકી ચેમ્બર માં આવેલ ખોડીયાર કૃપા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે સીટી પોલીસના પીએસઆઇ બીપી ઝાલા , હેડ કોસ્ટેબલ યુવરાજસિંહ જાડેજા , જયદીપસિંહ ચૌહાણ , જયસુખભાઇ ગરાંભડીયા તેમજ જયંતીભાઈ સોલંકી સહિતનાઓએ ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ક્રિકેટનો સટ્ટો રમાડતા સુજીત અશોકભાઈ સેજપાલ રહે અક્ષરધામ સોસાયટી તેમજ પ્રદ્યુમનસિંહ પદુભા ડોડીયા રહે સૈનિક સોસાયટી વાળા ને ઝડપી લઇ બે મોબાઇલ, ટીપી લિંક, રાઉટર , સેટપ બોક્સ, ટીવી તેમજ પ્લાસ્ટિકના ઝબલા માં રાખેલા રૂ. 582500 મળી કુલ રૂ609500 નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.