ગોંડલ

કોરોનાના કહેર વચ્ચે વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ તરફ વળ્યા છે ત્યારે
રાજકોટ મારવાડી કોલેજમાં ઇલેક્ટ્રિક એન્જીનીયર નો અભ્યાસ કરતા કેવિન શીંગાળા ઉ.વ.૧૭ ઝૂમ એપ્લિકેશન ના માધ્યમથી ઓનલાઈન કલાસ ભરી રહ્યો હતો ત્યારે મોબાઈલ ગરમ થવાની સાથે તેમાંથી ધુમાડા નીકળવા લાગતા મોબાઈલ નો ઘા કરી દીધો હતો સદનસીબે વિદ્યાર્થી ને કોઈ ઇજા થઇ ન હતી.