આજ થી બરાબર ૧૫૫ વર્ષ પહેલાં ધોરાજી મુકામે સંગ્રામસિંહજી જાડેજાના ઘરે ભગવતસિંહજીનો જન્મ થયો હતો સર ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજાનુ ઉપનામ ગોંડલબાપુ છે તેમજ તે ભગાબાપુ તરીકે પણ ઓળખાય છે ગોંડલબાપુએ ૧૮૮૪ માં પોતાના કાર્યની શરૂઆત કરી હતી ગોંડલબાપુ એ પોતાના રાજ્યમાં પ્રથમ ટેલીફોનીક લાઇન સન ૧૮૮૭ માં નાખી હતી ગોંડલ સ્ટેટના મહારાજા સર ભગવતસિંહજી મહારાજના પોતાના રાજ્યની અંદર નીતિનિયમો કડક અને આકરા પણ બનાવેલ હતા આ નીતિનિયમો તેમની પ્રજા માટે અત્યંત ફાયદાકારક પણ હતા. તેમના રાજ્યમાં લોકોને તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળતી રહે તેમજ લોકોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે તમામ પ્રકારની તકેદારી ગોંડલ સ્ટેટના મહારાજ એવા સર ભગવતસિંહજી મહારાજા રાખતા હતા તારીખ 24 ઓક્ટોમ્બર એટલે ગોંડલ સ્ટેટના મહારાજ સર ભગવતસિંહજી ની ૧૫૫ મી જ્ન્મ જયંતિ નિમિતે ગોંડલ ના કોલેજ ચોક ખાતે પ્રતિમાં ને પુષ્પાંજલી અર્પણ કરવા વર્તમાન મહારાજા શ્રી જ્યોતિન્દ્રસિંહજી સાહેબ ગોંડલ તથા યુવરાજ સાહેબ શ્રી હીમાંશુસિંહજી ગોંડલ તથા કુમાર સાહેબ શ્રી જ્યોતિર્મયસિંહજી, હવા મહેલ તથા ધારાસભ્ય ના પ્રતિનિધિ ગણેશસિંહ જાડેજા, ન.પા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા, શાશકપક્ષ ના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા તથા નગરપાલિકા ના સદસ્યશલઓ તથા અધિકારીઓ તથા દરેક સમાજ ના અગ્રણીઓ તથા પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા