ગોંડલ બાર એસોસિએશન પ્રમુખ રૂમેશભાઇ પટેલની આગેવાનીમાં ગોંડલ સેશન્સ ડિવિઝન અને સિવિલ કોર્ટ બાર એસોસિયેશન ના સદસ્યો દ્વારા પ્રાંત અધિકારી રાજેશકુમાર આલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં માંગ કરાઈ હતી કે ગુજરાત સરકારના પંચાયત સંયુક્ત સચિવ જેપી દ્વિવેદી દ્વારા પરિપત્ર બહાર પાડી કાયદા ની પ્રક્રિયા વગર લાયકાત જોયા વગર તેમજ સ્ટેમ્પ એક્ટમાં સુધારો કર્યા વગર સોગંદનામાની તમામ સતા તલાટી કમ મંત્રી, પંચાયત સેક્રેટરીને સોંપી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, જુડીશીયલ મેજિસ્ટ્રેટ તેમજ નોટરી નો પાવર આપીને સી.આર.પી.સી, સીપીપી, અને ઓથ એકટની બંધારણીય જોગવાઈ વિરુદ્ધ નું કાર્ય કર્યું છે.
હાલ ખેડૂતનું ઓનલાઈન કામ તેમજ નિયમિત ગામડે હાજર રહી પ્રજાજનોની સેવા કરવી જોઈએ તે કામ તલાટી સંતોષકારક રીતે કરતા નથી તે તમામ ધારાસભ્યો, સંસદસભ્યો જાણે છે ઘર આંગણે સેવાના બદલે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળશે તેમજ વકીલોને સ્વરોજગારી મળે છે ખાસ કરીને જુનિયર વકીલો અને રેવન્યુ પ્રેક્ટિસ સાથે જોડાયેલા તેમ જ પિટિશન રાઇટર જે તેમની આર્થિક મુખ્ય રોજગારી ઉપર આ એક જ પરિપત્રથી આવક છીનવાઈ ગઈ છે તો તાત્કાલિક અસરથી આ પરિપત્ર સરકાર પાછો ખેંચી લે નહીંતર ગાંધી ચિંધ્યા રાહે કે જલદ કાર્યક્રમો કરવામાં આવશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારવામાં આવી હતી