ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેતા અને કેટરિંગ માં મજુરી કામ કરતા સાબીરાબેન રહેમાનભાઈ કુરેશી એ વિશાલ બાબરીયા નામના યુવાન વિરુદ્ધ ધાક ધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 504 506 2 જી પી એક્ટ 135 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

પોલીસ ફરિયાદમાં સાબીરાબેને જણાવ્યું હતું કે તેની પુત્રી સાનિયાએ પાડોશમાં રહેતી સાયબા નામની યુવતીની મજાક મસ્તી કરેલ હોય જે સાયબાના પ્રેમી વિશાલ ને ન ગમતા ઉશ્કેરાઈ જઇ છરી જેવું હથિયાર કાઢી ધાક ધમકી આપી સીન સપાટા કર્યા હતા.