ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા.07-11-203ના રોજ રાજનગર ચોક પર આવેલ ગ્લોબલ હોસ્પિટલ દ્વારા બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવા બદલ 10 હજારનો વહીવટી ચાર્જ વસુલાત કરવામાં આવ્યો હતો. વધુમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા તમામ હોસ્પિટલ, દવાખાનાઓ તથા ક્લિનિક ચલાવતા ડોક્ટરોને જાણ કરવામાં આવે છે કે તેમનો બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં કે કોઇપણ અન્ય જગ્યાએ ન ફેકતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે અધિકૃત કરેલ એજન્સી મારફત નિકાલ કરવા અનુરોધ કરેલો છે.