ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ એસઓજીના પીએસઆઇ તેમજ ઇન્ચાર્જ પીઆઇ એ.બી.જાડેજા અને એએસઆઈ નરવણસિંહ ગોહિલએ ગત શનિવારે સોમનાથ મહાદેવના સાનિધ્યથી આશાપુરા માતાજીના મઢ કચ્છ સુધીની 600 કિમીની સાઇકલ યાત્રા શરૂ કરી હતી.જે યાત્રા પૂર્ણ થતા બંને કર્મીઓએ માતાજીના દર્શન કરી લોકોની સુખાકારી માટે આશીર્વાદ મેળવ્યા હતા.