રાજયમાં વાવાઝોડાના ખતરા વચ્ચે હવે ‘બિપોરજોય સાયકલોન’ પોરબંદરથી 640 કિ.મી. દુર સ્થિત રહ્યું છે. તો બંદરો પર પૂરી તકેદારીના પગલા લેવાયા છે. જુનાગઢનો ગિરનાર રોપ-વે અને ભાવનગરની ઘોઘા-હજીરા ફેરી સેવા પણ ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં 12 તારીખ સુધીમાં દરિયાઈ સીમા પર બિપોરજોયનો ખતરો છે. જેમાં વાવાઝોડુ ગુજરાતના દરિયા પાસેથી પસાર થશે. તેમાં પોરબંદરથી વાવાઝોડુ 640 કિમી દૂર છે. ત્યારે પ્રતિ કલાક 6 કિમીની ઝડપથી બિપોરજોય વાવાઝોડુ આગળ વધી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડુ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. તેમજ તમામ બંદરો પર સિગ્નલ આપવામાં આવ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. રાજ્યમાં સંભવિત ચક્રવાતને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે.
- Advertisement -
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે. જરૂરિયાત પ્રમાણેના દરિયાઈ કાંઠે સિગ્નલો પણ લગાવી દેવામાં આવ્યા છે. ઓમાન તરફ જતા વાવાઝોડાની ગતી 125 કિમી પ્રતિકલાક સુધી જશે.