નાગરિકોને સ્વબચાવ તેમજ ત્વરિત પ્રતિસાદ વિશે માહિતી અપાઇ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના ફાયર વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ છ સ્થળો સાથે ફાયર ટેન્કર સાથે જઈને લોકોને આપાતકાલીન પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? તે વિશેની સમજ આપવામાં આવી હતી.વેરાવળ ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર રવિરાજસિંહ ચાવડા અને તેમની ટીમ દ્વારા બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, ટાવર ચોક સહિતના વિવિધ મહત્વના વિસ્તારોમાં ‘ઓપરેશન અભ્યાસ’ અંતર્ગત મોકડ્રિલ યોજી હતી.
- Advertisement -