ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમ યોગી કલ્યાણ બોર્ડ તેમજ ઊખછઈં ગ્રીન સર્વિસના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લાને બે ધનવંતરી આરોગ્ય રથની ભેટ મળી છે. જિલ્લા પંચાયત કચેરી, ઈણાજ ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો અરૂણ રોય, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બરૂઆએ લીલી ઝંડી આપી રથને પ્રસ્થાન કરાવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના ઉના અને કોડીનાર ખાતે બે ધનવંતરી આરોગ્ય રથની ફાળવણી કરવામાં આવી છે. જેથી હવે ગુજરાત સરકારની આગેવાની હેઠળ જિલ્લામાં કુલ 4 આરોગ્ય રથ છેવાડાના માનવી સુધી પણ આરોગ્ય સેવા મળી રહે તેવા શુભ હેતુથી શ્રમિકવર્ગને સાઈટ પર જઈને આરોગ્યલક્ષી સેવાઓ આપશે તેમજ આસપાસના ગામડાઓમાં ફરી તાવ-બીપી, ચક્કર આવવા, સુગર તેમજ લોહીની તપાસ કરવાની સાથે જ દર્દીઓને વિનામૂલ્યે દવા પણ આપવામાં આવશે અને ઈ-શ્રમ કાર્ડ તેમજ ઈ-નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવશે.