શું તમને ખબર છે કે 14 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રીએ જવાહરલાલ નેહરુનું ઐતિહાસિક ભાષણ ગાંધીજીએ સાંભળ્યું ન્હોતું, તેઓ એ દિવસે વહેલા ઊંઘી ગયેલા. આવી રોચક માહિતીઓ જાણો
15 ઓગસ્ટના દિવસે દેશભરમાં સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
- Advertisement -
એમાં પણ આજે તો દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થવા પર દેશભરમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
વર્ષ 1947માં આ દિવસે ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. હિન્દુસ્તાનને આઝાદી અપાવવામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ખુબ મહત્વની ભૂમિકા રહી હતી. પરંતુ શું તમે એ જાણો છો કે, જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે એ ભવ્ય ઉજવણીમાં ગાંધીજી સામેલ થયા નહોતા. ઉજવણી વખતે મહાત્મા ગાંધી રાજધાની દિલ્હીથી હજારો કિલોમીટર દૂર કોલકતાના ગાળના નોઆખલીમાં હતા. જ્યાં તેઓ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની સાંપ્રદાયિક હિંસા અને કોમી રમખાણો રોકવા માટે અનશન કરી રહ્યા હતા. 14 ઓગષ્ટની સાંજે જ્યારે દિલ્હીમાં ઉજવણીની અંતિમ તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે ગાંધી તે હાઉસના આંગણામાં પ્રાર્થનાસભા કરી રહ્યા હતા.
તે દિવસે હિંસાથી ભરપૂર કોલકાતાના એ તૂટેલા મકાનના આંગણામાં તેમની પ્રાર્થનાસભા એક ચમત્કાર જેવી હતી. આ સભામાં તેમણે કહ્યું કે, આવતી કાલથી આપણે અંગ્રેજી રાજથી મુક્ત થઈ જશું, પરંતુ અડધી રાતે ભારતના પણ બે ટૂકડાં થઈ જશે. આવતી કાલનો દિવસ ખુશીનો હશે, પરંતુ એટલો જ દુઃખનો પણ હશે. આ આઝાદી આપણને એક મોટી જવાબદારી સોંપી રહી છે. આપણે આપણો વિવેક અને ભાઈચારો ન છોડવો જોઈએ. જો આ વિવેક અને ભાઈચારાની રક્ષા કોલકત્તામાં થઈ ગઈ તો સમજો આખાય ભારતમાં થઈ ગઈ. કોલકત્તાના ઉદાહરણથી સમગ્ર દેશમાં માનવતા જાગશે. આઝાદીનું આવું આગમન મને ખુશ નથી કરતું. આવતી કાલે સ્વતંત્રતા દિવસે હું ઉપવાસ કરીશ. ભારતના કલ્યાણ માટે પ્રાર્થના પણ કરીશ.
- Advertisement -
આઝાદીપર્વને લગતી આવી જ કેટલીક રસપ્રદ હકીકતો જાણીએ
-14 ઓગસ્ટની મધ્યરાત્રીએ જવાહરલાલ નેહરુએ તેમનું ઐતિહાસિક ભાષણ ‘ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની’ આપ્યું હતું. આ ભાષણને મહાત્મા ગાંધી સિવાય લગભગ સમગ્ર દુનિયાએ સાંભળ્યું હતું, કેમ કે એ રાત્રે ગાંધીજી વહેલા ઊંઘી ગયા હતા.
-દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પર તિરંગો (રાષ્ટ્રધ્વજ) લહેરાવે છે, પણ 15 ઓગસ્ટ, 1947ના દિવસે આવું બન્યું ન હતું. લોકસભા સચિવાલયના એક શોધપત્ર અનુસાર, નેહરુએ 16 ઓગસ્ટ, 1947ના દિવસે લાલ કિલ્લા પર ઝંડો લહેરાવ્યો હતો
-15 ઓગસ્ટ સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા રેખા (સરહદો) નક્કી થઈ ન હતી. તેનો નિર્ણય 17 ઓગસ્ટની ‘રેડક્લિફ લાઈન’ની જાહેરાતથી થયો, જે ભારત અને પાકિસ્તાનની સરહદોને નિર્ધારિત કરે છે
-ભારત 15 ઓગસ્ટે આઝાદ તો થયો પણ એ વખતે આપણા દેશનું કોઈ રાષ્ટ્રગીત ન હોતું. રવીન્દ્રનાથ ટાગોર તો ‘જન ગણ મન’ વર્ષ 1911માં લખી ચૂક્યા હતા. આ ગીતને જોકે છેક 1950માં રાષ્ટ્રગીતનો દરજ્જો મળ્યો હતો.
-15 ઓગસ્ટના દિવસે જ સાઉથ કોરિયા, બહેરીન અને કાંગો દેશનો પણ સ્વતંત્રતા દિવસ ઉજવાય છે. જોકે આ દેશ અલગ-અલગ વર્ષ ક્રમશ: 1945, 1971 અને 1960માં આઝાદ થયા હતા.
-લૉર્ડ માઉન્ટબેટને જ અંગત રીતે ભારતની સ્વતંત્રતા માટે 15 ઓગસ્ટનો દિવસ નક્કી કર્યો હતો, કેમ કે આ દિવસને તેઓ પોતાના કાર્યકાળ માટે સૌથી સૌભાગ્યશાળી દિવસ માનતા હતા.
-15 ઓગસ્ટ, 1947ના દિવસે લૉર્ડ માઉન્ટબેટને તેમની ઑફિસમાં કામ કર્યું હતું. બપોરે નેહરુએ તેમને પ્રધાનમંડળની યાદી સોંપી અને બાદમાં ઈન્ડિયા ગેટ નજીક પ્રિન્સેસ ગાર્ડનમાં એક સભાને સંબોધિત કરી હતી.
-15 ઓગસ્ટ, 1947ના દિવસે એક રૂપિયો એક ડૉલર બરાબર હતો અને સોનાનો ભાવ 88.62 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.