By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    21 hours ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    24 hours ago
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    2 days ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    3 days ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન
    4 minutes ago
    500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ
    21 hours ago
    બાંગ્લાદેશમાં 20 વર્ષ પછી BNPની જીત: તારિક રહેમાન વડાપ્રધાન બનશે
    21 hours ago
    ગૃહ 9 માર્ચ સુધી સ્થગિત
    21 hours ago
    મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
    22 hours ago
    પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ
    24 hours ago
    વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ! દુનિયાની કોઈ ટીમ ન કરી શકી એ પરાક્રમ ભારતે કરી બતાવ્યું
    24 hours ago
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    2 days ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    23 hours ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    2 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    2 days ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    4 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એ દિવસે ગાંધીજી ખુશ નહોતા, ઉજવણીમાં પણ ન જોડાયા: 15 ઓગસ્ટ 1947ની અજાણી વાતો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > એ દિવસે ગાંધીજી ખુશ નહોતા, ઉજવણીમાં પણ ન જોડાયા: 15 ઓગસ્ટ 1947ની અજાણી વાતો
ખાસ-ખબરરાષ્ટ્રીય

એ દિવસે ગાંધીજી ખુશ નહોતા, ઉજવણીમાં પણ ન જોડાયા: 15 ઓગસ્ટ 1947ની અજાણી વાતો

Khaskhabar Editor
Last updated: 2022/08/15 at 12:22 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

શું તમને ખબર છે કે 14 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રીએ જવાહરલાલ નેહરુનું ઐતિહાસિક ભાષણ ગાંધીજીએ સાંભળ્યું ન્હોતું, તેઓ એ દિવસે વહેલા ઊંઘી ગયેલા. આવી રોચક માહિતીઓ જાણો

15 ઓગસ્ટના દિવસે દેશભરમાં સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

- Advertisement -

એમાં પણ આજે તો દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થવા પર દેશભરમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

વર્ષ 1947માં આ દિવસે ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. હિન્દુસ્તાનને આઝાદી અપાવવામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ખુબ મહત્વની ભૂમિકા રહી હતી. પરંતુ શું તમે એ જાણો છો કે, જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે એ ભવ્ય ઉજવણીમાં ગાંધીજી સામેલ થયા નહોતા. ઉજવણી વખતે મહાત્મા ગાંધી રાજધાની દિલ્હીથી હજારો કિલોમીટર દૂર કોલકતાના ગાળના નોઆખલીમાં હતા. જ્યાં તેઓ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની સાંપ્રદાયિક હિંસા અને કોમી રમખાણો રોકવા માટે અનશન કરી રહ્યા હતા. 14 ઓગષ્ટની સાંજે જ્યારે દિલ્હીમાં ઉજવણીની અંતિમ તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે ગાંધી તે હાઉસના આંગણામાં પ્રાર્થનાસભા કરી રહ્યા હતા.

તે દિવસે હિંસાથી ભરપૂર કોલકાતાના એ તૂટેલા મકાનના આંગણામાં તેમની પ્રાર્થનાસભા એક ચમત્કાર જેવી હતી. આ સભામાં તેમણે કહ્યું કે, આવતી કાલથી આપણે અંગ્રેજી રાજથી મુક્ત થઈ જશું, પરંતુ અડધી રાતે ભારતના પણ બે ટૂકડાં થઈ જશે. આવતી કાલનો દિવસ ખુશીનો હશે, પરંતુ એટલો જ દુઃખનો પણ હશે. આ આઝાદી આપણને એક મોટી જવાબદારી સોંપી રહી છે. આપણે આપણો વિવેક અને ભાઈચારો ન છોડવો જોઈએ. જો આ વિવેક અને ભાઈચારાની રક્ષા કોલકત્તામાં થઈ ગઈ તો સમજો આખાય ભારતમાં થઈ ગઈ. કોલકત્તાના ઉદાહરણથી સમગ્ર દેશમાં માનવતા જાગશે. આઝાદીનું આવું આગમન મને ખુશ નથી કરતું. આવતી કાલે સ્વતંત્રતા દિવસે હું ઉપવાસ કરીશ. ભારતના કલ્યાણ માટે પ્રાર્થના પણ કરીશ.

- Advertisement -

આઝાદીપર્વને લગતી આવી જ કેટલીક રસપ્રદ હકીકતો જાણીએ

-14 ઓગસ્ટની મધ્યરાત્રીએ જવાહરલાલ નેહરુએ તેમનું ઐતિહાસિક ભાષણ ‘ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની’ આપ્યું હતું. આ ભાષણને મહાત્મા ગાંધી સિવાય લગભગ સમગ્ર દુનિયાએ સાંભળ્યું હતું, કેમ કે એ રાત્રે ગાંધીજી વહેલા ઊંઘી ગયા હતા.
-દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પર તિરંગો (રાષ્ટ્રધ્વજ) લહેરાવે છે, પણ 15 ઓગસ્ટ, 1947ના દિવસે આવું બન્યું ન હતું. લોકસભા સચિવાલયના એક શોધપત્ર અનુસાર, નેહરુએ 16 ઓગસ્ટ, 1947ના દિવસે લાલ કિલ્લા પર ઝંડો લહેરાવ્યો હતો
-15 ઓગસ્ટ સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા રેખા (સરહદો) નક્કી થઈ ન હતી. તેનો નિર્ણય 17 ઓગસ્ટની ‘રેડક્લિફ લાઈન’ની જાહેરાતથી થયો, જે ભારત અને પાકિસ્તાનની સરહદોને નિર્ધારિત કરે છે
-ભારત 15 ઓગસ્ટે આઝાદ તો થયો પણ એ વખતે આપણા દેશનું કોઈ રાષ્ટ્રગીત ન હોતું. રવીન્દ્રનાથ ટાગોર તો ‘જન ગણ મન’ વર્ષ 1911માં લખી ચૂક્યા હતા. આ ગીતને જોકે છેક 1950માં રાષ્ટ્રગીતનો દરજ્જો મળ્યો હતો.

-15 ઓગસ્ટના દિવસે જ સાઉથ કોરિયા, બહેરીન અને કાંગો દેશનો પણ સ્વતંત્રતા દિવસ ઉજવાય છે. જોકે આ દેશ અલગ-અલગ વર્ષ ક્રમશ: 1945, 1971 અને 1960માં આઝાદ થયા હતા.
-લૉર્ડ માઉન્ટબેટને જ અંગત રીતે ભારતની સ્વતંત્રતા માટે 15 ઓગસ્ટનો દિવસ નક્કી કર્યો હતો, કેમ કે આ દિવસને તેઓ પોતાના કાર્યકાળ માટે સૌથી સૌભાગ્યશાળી દિવસ માનતા હતા.
-15 ઓગસ્ટ, 1947ના દિવસે લૉર્ડ માઉન્ટબેટને તેમની ઑફિસમાં કામ કર્યું હતું. બપોરે નેહરુએ તેમને પ્રધાનમંડળની યાદી સોંપી અને બાદમાં ઈન્ડિયા ગેટ નજીક પ્રિન્સેસ ગાર્ડનમાં એક સભાને સંબોધિત કરી હતી.
-15 ઓગસ્ટ, 1947ના દિવસે એક રૂપિયો એક ડૉલર બરાબર હતો અને સોનાનો ભાવ 88.62 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.

You Might Also Like

ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન

500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ

બાંગ્લાદેશમાં 20 વર્ષ પછી BNPની જીત: તારિક રહેમાન વડાપ્રધાન બનશે

ગૃહ 9 માર્ચ સુધી સ્થગિત

મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના

TAGGED: gandhiji, IndependenceDay, JAWAHARLALNEHRU
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હર ઘર નહીં પણ હર જગહ તિરંગાને પ્રતિસાદ મળ્યો, આપણાં શહીદોને સંતોષ થતો હશે: CR પાટીલ
Next Article સ્વતંત્રતા દિવસે PM મોદીએ રાષ્ટ્ર જોગ 83 મિનિટ સંબોધન કર્યું, જાણો સૌથી લાંબા ભાષણનો રેકોર્ડ કોના નામે ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
મિનીકુંભ મહાશિવરાત્રિ મેળામાં શ્રદ્ધાળુઓની મેદની
સનાતન ધર્મના રક્ષક નાગા સાધુઓનું જીવન, તપસ્યા-અખાડાઓની પરંપરા
હળવદ પોલીસે ટીકર ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો: ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો
જર્જરિત ઇમારતો સામે મનપાની લાલ આંખ 90 મકાનોના પાણી-ડ્રેનેજ અને 30ના વીજ કનેક્શન કાપ્યા
પોપટપરામાં પાર્કિંગ બાબતે પાડોશીઓ વચ્ચે લોહિયાળ જંગ: પિતા-પુત્રી પર હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાષ્ટ્રીય

500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં 20 વર્ષ પછી BNPની જીત: તારિક રહેમાન વડાપ્રધાન બનશે

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?