ઢોલનગારા સાથે શહેર ભાજપ આયોજીત ગણેશ મહોત્સવનો પ્રારંભ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ મુકેશ દોશીના માર્ગદર્શન હેઠળ સિધ્ધી વિનાયક ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન તા.19 સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થીના શુભ દિનથી 28 સપ્ટેમ્બર સુધી રાજકોટ શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા શહેરના રેસકોર્ષ ઓપન એર થિયેટર સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. જે અંતર્ગત આજે ગણેશચતુર્થી નિમિતે શહેરના મેયર બંગલેથી ગણપતિ મહારાજની વાજતે-ગાજતે વર્ષાંગી નીકળી હતી.
- Advertisement -
શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ મુકેશભાઈ દોશીના ભાલ પર કુમકુમ તિલક કરી અને ગણપતિ બાપનું અર્ચન કરી ’ગણપતિ બાપા મોરયા’ ના નાદ સાથે વર્ણાગીનો શુભારંભ થયો હતો. ગણપતિ બાપાની સવારી ઢોલનગારા, ડી.જે.ની રમઝટ સાથે સિધ્ધી વિનાયક ધામ ખાતે પહોંચી હતી. ત્યારબાદ ગણપતિ મહારાજની ભવ્ય પ્રતિમાનું વેદોકત મંત્રોચ્ચાર સાથે તેમજ શાસ્ત્રોકત વિધિથી સ્થાપન-પૂજન-અર્ચન કરી સિધ્ધી વિનાયક ધામ, રેસકોર્ષ ખાતે ગણપતિ દાદાનું સ્થાપન કરાયું હતું અને ગણેશ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. આ તકે મુકેશ દોશી,2મેશભાઈ ટીલાળા, ડો.દર્શિતાબેન શાહ, મહામંત્રી અશ્વિન મોલીયા,ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના તમામ શ્રેણીના કાર્યકતાઓ ઉપસ્થિત રહયા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો.