4 ઈન્સ્ટિટ્યૂટને 1-1 લાખનો દંડ ફટકારાયો: વિકાસ દિવ્યકિર્તિનું ‘દ્રષ્ટિ IAS’ પણ લિસ્ટમાં સામેલ
સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
- Advertisement -
ભારતમાં હવે એવા IAS કોચિંગ સેન્ટરો ચલાવવાવાળાની ખેર નથી જેઓ ખોટી રીતે સફળતાના દાવા કરીને લોકોને લલચાવીને પોતાના ત્યાં બોલાવતા હોય છે. કેન્દ્રીય ઉપભોગતા સંરક્ષણ પ્રાધિકરણ (CCPA) હવે આવા લોકો વિરુદ્ધ એકશનમાં આવ્યું છે. CCPAએ આ પ્રકારની ખોટી લોભામણી જાહેરાત કરતા 20 કોચિંગ સેન્ટરોને નોટીસ ફટકારી છે, સાથે જ 4 કોચિંગ સેન્ટરોને 1 -1 લાખનો દંડ પણ ફટકાર્યો છે. CCPAના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે (23 ઓક્ટોબર, 2023) જણાવ્યું હતું કે દેશભરની 20 ઈંઅજ કોચિંગ સેન્ટરોનેને ભ્રામક જાહેરાતો કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. CCPAના ધ્યાને આવ્યું હતું કે મોટાભાગની ઈંઅજ કોચિંગ સંસ્થાઓ પોતાની જાહેરાતોમાં તેવા વિદ્યાર્થીઓને દર્શાવીને યુપીએસસીની પરીક્ષામાં પોતાના ‘સફળતા દર’ નો દાવો કરે છે, જેમણે તેમના કેન્દ્રો પર આખો અભ્યાસક્રમ નહોતો ભણ્યો અને ફક્ત મોક ઇન્ટરવ્યુ જ આપ્યા હતા.
સેન્ટરોના દાવા UPSCને ખોટું ચીતરે તે હદ સુધીના ભ્રામક
આ કોચિંગ સેન્ટરો દ્વારા કરવામાં આવેલા અતિશયોક્તિભર્યા દાવાઓનું પ્રમાણ એટલું મોટું છે કે તેઓ યુપીએસસીને ખોટા સાબિત કરે તેવું નજરે પડે છે. વાસ્તવમાં યુપીએસસી 2022માં 933 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. 10 કોચિંગ સંસ્થાઓની જાહેરાતોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી 3,500 થી વધુ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. CCPA અયોગ્ય વ્યવસાયિક વ્યવહાર સામે દિલ્હીમાં 20 કોચિંગ સેન્ટરોની પણ તપાસ કરી રહી છે. એજન્સીએ રાઉઝ આઈએએસ સ્ટડી સર્કલ, ચહલ એકેડમી, ઈંચછઅ ઈંઅજ અને ઈંઅજ બાબા એમ ચાર સંસ્થાને એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જો કે, બે સંસ્થાઓએ સીસીપીએની આ કાર્યવાહીને પડકારી છે. રાઉઝ આઈએએસ સ્ટડી સર્કલે દંડના આદેશ સામે નેશનલ ક્ધઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનમાં અપીલ કરી છે, જ્યારે ‘ઈંઅજ બાબા’એ તેની સામે સ્ટે લીધો છે.
સેન્ટરોએ જાણીજોઈને વિદ્યાર્થીઓની માહિતી છુપાવી
CCPAએ કહ્યું છે કે ભ્રામક જાહેરાતો IAS બનવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારોના નિર્ણય પર અસર કરે છે. તેણે કોચિંગ સેન્ટરોને તેમના દાવાઓ સાબિત કરવા અને સફળ વિદ્યાર્થીઓએ તેમની પાસેથી જે અભ્યાસક્રમો અથવા વિષયો માટે કોચિંગ લીધું છે તે વિશે ‘પ્રામાણિક ખુલાસા’ કરવા જણાવ્યું છે. ઈઈઙઅના ચીફ કમિશનર નિધિ ખરેના જણાવ્યા અનુસાર, છેલ્લા દોઢ વર્ષમાં કોચિંગ સેન્ટરોને તેમના સફળ વિદ્યાર્થીઓ વિશે જાણી જોઈને મહત્વપૂર્ણ માહિતી છુપાવવા બદલ નોટિસ ફટકારાઈ છે. અમે તેમની જાહેરાતોની વિરુદ્ધ નથી, પરંતુ તેમણે બધી માહિતી પ્રમાણિકતાથી આપવી જોઈએ. જો સાચા ખુલાસા થશે તો છેતરપિંડી ઓછી થશે. ઈઈઙઅએ આવી જાહેરાતોની પોતે જ નોંધ લીધી હતી અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 ની કલમ 2(28) ની જોગવાઈઓના ઉલ્લંઘન બદલ આ સેન્ટરોને નોટિસ ફટકારી હતી.