341 જિલ્લાના 87 હજાર લોકો પર થયેલા સરવેમાં ચોંકાવનારી વિગતો સામે આવી
નિયમોનું પાલન કરવા માટે ઇન્શ્યોરન્સ કંપનીઓને IRDAનું 15 દિવસનું અલ્ટિમેટમ
- Advertisement -
ડિજિટલ જાળ: ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાય છે
ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ડાર્ક પેટર્ન્સ એવા ભ્રામક ઇન્ટરફેસ ડિઝાઈન તેમજ ચાલાક રીતો છે જેની મારફતે કંપનીઓ ગ્રાહકોને ફોસલાવીને નિર્ણય લેવા માટે મજબૂર કરે છે. આ ઇન્ટરનેટની દુનિયામાં ગ્રાહકોને મૂંઝવણમાં મૂકવા તેમજ તેમની પાસેથી વણજોઇતા કામ કરવા માટે રચાયેલ એક ડિજિટલ જાળ છે. વીમા કંપનીઓ તેમજ ડિજિટલ પ્લેટફોર્મ પર પોલિસીની કેન્સલેશન પ્રક્રિયા જટિલ બનાવીને ગ્રાહકોને તેને રિન્યૂ કરવા માટે મજબૂર કરે છે.
લોકલ સર્કલ્સના સરવે રિપોર્ટ બાદ ‘ઈરડા’એ ડાર્ક પેટર્ન્સ સામે કડક કાર્યવાહી શરૂ કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વીમા નિયામક ઇરડાએ ડિજિટલ ઇન્સ્યોરન્સ પ્લેટફોર્મ્સ પર ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી ડાર્ક પેટર્ન્સ વિરુદ્ધ સખ્ત વલણ અપનાવ્યું છે. તમામ કંપનીઓ અને એગ્રીગેટર્સને 15 દિવસમાં યૂઝર ઇન્ટરફેસની તપાસ કરી નિયમોનું પાલન કરવાનો નિર્દેશ અપાયો છે. આ કાર્યવાહી લોકલસર્કલ્સના એ સરવે રિપોર્ટ બાદ કરાઈ, જેમાં દર 10માંથી 8 પોલિસીધારકોએ ઑનલાઇન ફ્રોડની પુષ્ટિ કરી હતી. 341 જિલ્લાના 87 હજાર લોકો પર થયેલા સરવેથી જાણવા મળ્યું કે કંપનીઓ ગ્રાહકો પર મનમાની કરે છે. હવે ઇરડાએ નિર્દેશ જારી કરીને 1 મહિનામાં ડાર્ક પેટર્ન્સને હટાવવા માટે તબક્કાવાર એક્શન પ્લાન માંગ્યો છે. તેનાથી ઑનલાઇન વીમાની ખરીદી સુરક્ષિત અને પારદર્શી થઇ જશે. આરબીઆઇ બાદ ઇરડા બીજા એવા નિયામક છે જેમણે ડાર્ક પેટર્ન્સ વિરુદ્ધ મોરચો સંભાળ્યો છે.
ગાઇડલાઇન: વીમા કંપનીઓ માટે 3 ફેરફાર અનિવાર્ય
લોકલસર્કલ્સે ગત 18 માર્ચ, 2026ના રોજ પત્ર લખીને વીમા સેક્ટરમાં ચાલી રહેલી રમતનો ખુલાસો કર્યો હતો. સેંટ્રલ કંટ્યૂમર પ્રોટેક્શન ઑથોરિટીએ 13 ડાર્ક પેટર્ન્સને અનુચિત વેપાર વ્યવહાર માન્યો છે. હવે કંપનીઓ માટે આ ફેરફાર અનિવાર્ય બનશે.
ઑડિટ: ડેટા સંગ્રહ અને સહમતિ તંત્રનું સ્વતંત્ર ઑડિટ કરવું.
જવાબદારી: ભ્રામક ઇન્ટરફેસને રોકવા બોર્ડસ્તર પર જવાબદારી નક્કી થશે.
પારદર્શિતા: જાહેરાત તેમજ પેમેન્ટના સમયે નિયમ તેમજ શરતો એક સમાન રાખવી પડશે.



