ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.4
“અન્નદાન એ મહાદાન” આ પંકિતને સાર્થક કરનાર “કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ” દેલવાડા, ઉના નાં નેજા હેઠળ વિના મૂલ્ય ભોજન ની સેવા થકી અનેક રસ્તા પર લોકો ને જમવાનું પહોચાડે છે. આ સેવા ટ્રસ્ટ ભૂખ્યા લોકોનું પેટ ઠારવા નું કામ કરી રહ્યા છે જે જગતમાં સૌથી મોટું પુણ્યનું કામ છે. એક બાજુ આજે ડિજિટલ યુગમાં કોઈ માણસ પાસે પલભર નો સમય નથી અને રૂપિયાની ભાગ દોડ માં માણસની માનવતા અમુક અંશે ખૂટી ગઈ હોય ત્યારે આજે માણસને જ્યારે બીજા માણસ માટે સમય નથી, પૈસાની દોડમાં ક્યાંકને ક્યાંક માનવી અમુક અંશે આ સેવાથી વિખૂટા પડયા છે. ત્યારે આવી સંસ્થાઓ એક પગલું આગળ આવી ને આવી સેવા ની જયોત જગાવી ને ભૂખ્યા ને ભોજન કરાવીને ભૂખ્યાં લોકો ને જઠરાગ્ની તૃપ્ત કરવાનું અનેરું કાર્ય દેલવાડા, ઉના સ્થાપિત કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ અને ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેથી અન્ય લોકોને પણ આ સંસ્થા ને સહકાર અને સપોર્ટ કરવા જણાવાયું છે.
દેલવાડા ઊના કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદને ભોજન સેવા
