રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા માધાપર ગામ વિસ્તારમાં આવેલ ખાણી-પીણી તથા ઠંડાપીણાના વેચાણ કરતાં 21 ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. જેમાં તમાકુનું વેચાણ કરનારા ધંધાર્થીઓને 18 વર્ષથી નીચેના વયનાને તમાકુનું વેચાણ પ્રતિબંધીત હોય તે બાબતનું બોર્ડ લગાવવા સૂચના આપવામાં આવેલા તથા 8 પેઢીને લાયસન્સ લેવા સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત રૈયા રોડ પર રેલવેના પાટા સામે વૈશાલીનગર મેઈન રોડ પર આવેલ શ્રદ્ધા પ્રોવિઝનમાં તપાસ હાથ ધરી પેકિંગ પર ઉત્પાદનની વિગતો દર્શાવ્યા વગર ખજૂર 8 કિલો તથા પેકિંગ પર નમકીનનો જથ્થો 10 કિલો મળી આવતાં 18 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રીંગ રોડ પર આવેલ ઓમનગર સર્કલ પાસે ગુરુકૃપા એજન્સીમાંથી કૃપા ડબલ ફિલ્ટર્ડ શુદ્ધ સીંગતેલ અને શ્રેષ્ઠ પ્રિમીયમ રિફાઈન્ડ કપાસીયા તેલ 15 કિલો ટીનમાંથી નમૂના લઈ પરિક્ષણ અર્થે મોકલેલા છે તથા શ્રદ્ધા પ્રોવિઝન સ્ટોર્સમાંથી વાઘ બકરી ચા, કોઠારીયા રોડ પર સિલ્વર બેકરીમાંથી વેનિલા કસાટા કેક તથા સ્વામિનારાયણ ચોક, કૃષ્ણનગર મેઈન રોડ પર આવેલ બ્લેક ફોરેસ્ટ કેકના નમૂના લઈ પરિક્ષણ અર્થે મોકલેલ છે.