સાસણ આસપાસના પાંચ ગામોના યુવાનો બેરોજગાર
પાંચ ગામના સરપંચ સહિત ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે: વન વિભાગની આંખ ખુલી તો પરિપત્ર જાહેર કરી 17 ગામને દેવળીયામાં જીપ્સી ચલાવા મોહર મારી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જીલ્લામાં અનેક પર્યટન સ્થળ આવેલા છે અને જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગ ન હોવાને કારણે સ્થાનિક લોકો પ્રવાસીઓ ઉપર નિર્ભર રહીને રોજી રોટી કમાતા હોઈ છે એવામાં વિશ્વ વિખ્યાત એશિયાટિક સિંહો નું ઘર એટલે સાસણ ગીર સફારી માં વર્ષે લાખો પ્રવાસીઓ સિંહ દર્શન કરવા આવેછે અને સ્થાનિક લોકોને રોજીરોટી મળી રહે છે પણ સાસણ ગીર આસપાસના પાંચ ગામના લોકોને છેલ્લા ઘણા વર્ષોથી અન્યાય થઇ રહ્યો હોય તેવું સામે આવ્યું છે.
સાસણ ગીર માં હાલ 250 જેટલી જીપ્સી સિંહ દર્શન માટે ચાલી રહી છે એ તમામ જીપ્સી માત્ર સાસણ પૂરતી સીમિત હોય જેના કારણે સાસણ આસપાસ ના ભાલછેલ, ભોજદે, ચિત્રોડ, હરિપુર અને સુરજગઢ ગામનો સમાવેશ નહિ થતા અન્યાય સામે ઘણા સમય થી લડત ચલાવી રહ્યા છે અનેકવાર સ્થાનિક વન અધિકારી અને રાજનેતા સહીત મુખ્યમંત્રી સુધી લેખિત સહીત પત્ર વહેવાર કરીને પાંચ ગામના બેરોજગાર યુવાનો ને રોજીરોટી મળે તે માટે લડત ચલાવી રહ્યા છે એવામાં વન વિભાગ ટસ નું મસ નહિ થતા અંતે પાંચ ગામના સરપંચો આગામી દિવસોમાં હાઇકોર્ટ માં જવાની ચીમકી ઉચ્ચારી છે અને ગામના યુવાને અન્યાય સામે લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
સાસણ માં ચાલતી જીપ્સી મુદ્દે સરપંચો એ એવો આક્ષેપ કર્યો હતો કે વર્ષો થી જે જીપ્સી ચાલી રહી છે તે રાજ્ય સરકારના નિયમ વિરુદ્ધ ચાલી રહી છે જેમાં જે જીપ્સી ચાલેછે તે પ્રાઇવેટ પાસિંગ થી ચાલે ખરેખર નિયમ મુજબ મુસાફરી કરતા તમામ વાહનો ટેક્સી પાસિંગ હોવું જોઈએ પણ સાસણ માં અનેક એવી જીપ્સી વર્ષો થી પ્રાઇવેટ પાસિંગ થી ચાલે છે જે ખરેખર મુસાફરો માટે જોખમી છે હાલ સાસણ સફારીમાં જીપ્સી ચલાવવા મુદ્દે સાસણ જીપ્સી એસો.અને પાંચ ગામના લોકો વચ્ચે ભડકો થયો છે અને વિવાદ વધ્યો છે અને મામલો હવે હાઇકોર્ટ સુધી પોહચી જવાની તૈયારીઓ થઇ છે.
- Advertisement -
વન વિભાગ જાગ્યું 17 ગામને દેવળીયામાં સામાવાનો પરી પત્ર
સાસણની આસપાસના પાંચ ગામના સરપંચ સહીત ઘણા સમયથી લડત ચાલુ રાખતા અંતે વન વિભાગે એક પરીપત્ર જાહેર કરીને 17 ગામને સામાવાનો નિર્ણય કર્યો છે એ માત્ર દેવળીયા સફારી પાર્કમાં જીપ્સી ચલાવાની મંજૂરી ની મહોર મારી છે પણ પાંચ ગામના સરપંચો સાસણ ગીર સફારી માં સિંહ દર્શન માટે જીપ્સી ની માંગ કરી રહ્યા છે જો હજુ માંગણી નહિ સંતોષાય તો વધુ આગળ લડત ચાલુ રાખવાની વાત કરી હતી.
જીપ્સી એસોસિએશન અને પાંચ ગામના આમને- સામાને
એશિયાટિક સિંહોના ઘરમાં હવે રોજીરોટી ના પ્રશ્ને સાસણ જીપ્સી એસોસીએશન અને ભાલછેલ, ભોજાદે, ચિત્રોડ, હરીપુર સાથે સુરજગઢના સરપંચો સહીત ગ્રામજનો આમને સામાને આવી ગયા છે અને સ્થાનિક ગામના યુવાનો થતા અન્યાય મુદ્દે લડતના મંડાણ કર્યા છે અને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી આપી છે.