આ નિંભર તંત્ર અને નેતાઓ વિષે લખતા પણ શરમ આવે છે
શહેરમાં દોઢ ઇંચ વરસાદે મનપાને ટ્રેલર બતાવ્યું હજુ સીઝન બાકી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢ શહેરમાં ગત રોજ ઝાંઝરડા ચોકડીએ મનપાના જેસીબી દ્વારા ખોદકામ સમયે ગેસ લાઈનમાં બકેટ અડી જતા ગેસ લાઈન લીક થતા જબરજસ્ત બ્લાસ્ટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ત્રણ માસુમ નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા અને ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા હતા અને આગમાં 3 થી 4 દુકાનો અને 5 જેટલી બાઈક ઝપટે ચડતા બળીને ખાખ થઇ હતી હજુ એ ઘટના બન્યા બાદ તંત્ર દોડતું થયું હતું ત્યારે સાંજે મીની આંધી સાથે દોઢ ઇંચ વરસાદ ખાબતા શહેરના અનેક વિસ્તારો પાણી ભરાયા હતા ઝાંઝરડા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો અને એક કાર પાણીમાં ફસાઈ હતી જયારે અન્ડબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો મહેશ નગર રસ્તે ભારે ટ્રાફિક જામ થયો હતો અને લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરી અડધી કલાકે બહાર નીકળ્યા હતા તેમજ શહેરના જયશ્રી રોડ પર 1 ફૂટ પાણી ભરાતા અનેક વાહન ચાલકો મુશ્કેલી સામનો કરવો પડ્યો હતો અને વાહનો બંધ થવાના બનાવો સામે આવ્યા હતા.
શહેરમાં કમોસમી દોઢ ઇંચ વરસાદે મહાનગર પાલિકાને ટ્રેલર બતાવ્યું હતું હજુ ચોમાસની સીઝન બાકી છે માત્ર થોડા વરસાદના લીધે શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટર સહીતના કામોમાં ખોદકામ કરી ગટરનું કામ અધૂરું મૂકીને માત્ર ઉપર થોડું પુરાણ કરીને કોન્ટ્રાક્ટર જતા રહે છે પછી લોકોની શું હાલત થશે એ તંત્ર કે, નેતાઓ કશું વિચારતા નથી.કોન્ટ્રાક્ટરો મજૂરોને હવાલે કામ મૂકીને ફક્ત ઉપરથી લેવલ કરીને કામ પૂર્ણ કરી બતાવી દેશે યોગ્ય રીતે માટીને પુરાણ કરી રોડ બનાવી તસ્વી લેતા નથી આને કારણે લોકોને પારાવાર મુશ્કેલી અનુભવી પડે છે જૂનાગઢમાં માત્ર થોડો વરસાદના લીધે પોલ ખુલ્લી પડી ગઈ છે. જુનાગઢના દીપાંજલિ વિસ્તારમાં થોડા દિવસો પહેલા જ ગટરનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું ફક્ત 10 મિનિટના વરસાદમાં રોડનું ધોવાણ થઈ ગયું અને વાહનો ફસાઈ ગયા, આ કોન્ટ્રાક્ટરને કોઈ કહેવા વાળું નથી તો તંત્ર પ્રત્યે રોસ ઠાલવીને લોકો પોતાનું મન મનાવી લેતા જણાય છે ત્યારે શહેરના જાગૃત નાગરિકો શોશ્યલ મીડિયા પર રોષ ઠાલવી રહ્યા છે. અને આ નિંભર તંત્ર અને નેતાઓ વિષે લખતા પણ શરમ આવે છે. તેવી તંત્ર અને નેતાઓ સામે રોષ ઠાલવી રહ્યા છે. વર્ષોથી શહેરની સમસ્યા વિષે અનેકવાર લોકોની રજૂઆત પણ હજુ સુધી કોઈ નક્કર કામગીરી થતી નથી.
અંડરબ્રિજમાં પાણી ભરાતા કાર ફસાઈ, જયશ્રી રોડ પર 1-1 ફૂટ પાણી
- Advertisement -
શહેરના અનેક વિસ્તારોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વાહનો ફસાયા
આગની દુર્ઘટનાનો ટોપલો ડ્રાઈવર ઉપર ઢોળ્યો, JCB ચાલકની અટક
ઝાંઝરડા ચોકડી નજીક આગામી દુર્ઘટનાના મૃતુ પામનાર લોકોના મૃતદેહ સ્વીકારવા ઇન્કાર બાદ જેસીબીના ચાલક સામે ગુનો દાખલ થયો હતો. બી-ડીવીઝન પોલીસે બિહારના જેસીબી ચાલકને રાઉન્ડ અપ કર્યો છે. આમ સમગ્ર દોષનો ટોપલો ડ્રાઇવર પર ઢોળી દેવામાં આવ્યો છે. જેસીબી વડે રોડ તોડતી વખતે ગેસની લાઇન તૂટી જતા આગની દુર્ઘટના બની હતી જેમાં માતા પુત્રી સહિત ત્રણ વ્યક્તિના મોત થયા હતા. જયારે ત્રણ વ્યક્તિ દાઝી ગયા હતા અન્ય છ સાત બાકઇ સળગી ગયા હતા તેમજ પોલીસ ચેક પોસ્ટ અને વિજપોલને નુકસાન થયુ હતુ. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોએ જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. ત્યાર બાદ પોલીસે શૈલેષભાઇ સોલંકીની ફરિયાદ લઇ જેસીબી ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. બી-ડીવીઝન પીઆઇ એ.બી.ગોહિલે જણાવ્યુ હતુ કે, બિહારના રાજેશ યાદવ નામના જેસીબી ચાલકને રાઉન્ડઅપ કરવામાં આવ્યો છે.