સાંકડા રસ્તા અને ભીડના લીધે આગ કાબુ કરવામાં વિલંબ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ માંગનાથ રોડ પર આવે ઘર સંસાર નામની ઘરવપરાશની ચિજવસ્તુની દુકાનમાં ત્રીજા માળે આગ સાંજના સમયે લાગી હતી જયારે માંગનાથ વિસ્તાર સાંજના સમયે લોકોની ખુબ ભીડ જોવા મળતી હોય છે ત્યારે આગ ત્રીજા મળે લાગી તેની મોડી ખબર પડતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના લીધે ફાયર વિભાગને જાણ થતા તુરંત દોડી આવી હતી અને આગને કાબુમાં કરવા પ્રયન્તો શરુ કર્યા હતા.
આગ લાગવાના સમાચાર મળતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા ત્યારે એ.ડીવીઝન પોલીસ અધિકારી સહીત સ્ટાફ તુરંત દોડી આવ્યો હતો અને કોઈ અકસ્માત થાય તે પેહલા માંગનાથ રોડ પર વાહનો માટે નો એન્ટ્રી કરીને ફાયર વિભાગની ગાડીઓ તુરંત આગ સ્થળે પોહચાડી હતી ફાયર વિભાગે પણ 300 મીટર જેટલી બે પાઇપ મૂકી પાણીનો મારો ચલાવ્યો હતો અને બે કલાકની જેહમત બાદ આગ કાબુમાં આવી હતી આગના કારણે ઘર સંસાર નામની દુકાન પડેલ લાખોનો માલસામાન બળીને ખાખ થયો હતો.
જૂનાગઢ માંગનાથ રોડ પરના ભરચક વિસ્તારમાં આગ: મહામુસીબતે કાબુ થઇ
