દિવાળીનાં શુભ મૂહુતર્ર્માં તળાવની કામગીરીનો પ્રારંભ શરૂ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરની મધ્યે આવેલા નરસિંહ મેહતા સરોવરનું અનેક વાર ખાતમુહૂર્ત થયું છે,પણ બ્યુટી ફિકેશનની નક્કર કામગીરી થઇ નથી. દિવાળીના તેહવારોમાં શુભમુહૂર્તમાં નરસિંહ મેહતા સરોવરની કામગીરીનું શુભ આરંભ થયો છે. મનપા સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું હતું,નરસિંહ મેહતા સરોવરના બ્યુટી ફિકેશનનું ટેન્ડર મંજુર કરી દેવામાં આવ્યું છે અને સરોવરની કામગીરીનો શુભ આરંભ આજથી દલિત દીકરીના હાથે કરવામાં આવ્યો છે. આ પ્રંસગે મેયર સહીતના અધિકારીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.શહેરીજનો વર્ષોથી નરસિંહ મેહતાનું સરોવર ખુબ સુંદર અને નયનરમ્ય બને તેની રાહ જોઈને બેઠો હતો. સરોવરની કામગીરીનાં તમામ અવરોધ દૂર થયા છે અને આગામી દિવસોમાં નરસિંહ મેહતા સરોવરની કાયા પલટ થશે અને લોકોને હરવા ફરવાનું વધુ એક સ્થળ મળશે.
અંતે ફરી એકવાર નરસિંહ મેહતા સરોવરનું બ્યુટીફિકેશનનું ખાતમૂહુર્ત કરાયું
