ખાસ-ખબર સંવાદદાતા
હળવદના મેરૂપર ગામે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા મહિલા પ્રિન્સિપાલે અગમ્ય કારણોસર અડાલજમાં ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે. અડાલજમાં આવેલા ર્પાશ્ર્વનાથ ફલેટમાંથી મહિલાની લાશ મળી આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે જોકે આ મહિલાના ચાર વર્ષ પહેલા જ છૂટાછેડા થયા હોય કોઈ મિત્ર સાથે અડાલજ ગયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. હળવદ તાલુકાના મેરૂપર ગામની આર.એમ.એસ.એ. માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ આશાકુમારી વાઢેર ગૂમ થયા હોવાની ગત 30 તારીખે તેના ભાઈ બ્રિજેશભાઇ કાળુભાઇ વાઢેરે ગુમશુદા નોંધ હળવદ પોલીસ મથકે દાખલ કરાવી હતી તે દરમિયાન અડાલજમાં ર્પાશ્ર્વનાથ ફ્લેટમાં કોઈ અગમ્ય કારણોસર મહિલા પ્રિન્સિપાલે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે જોકે મહિલા પ્રિન્સિપાલે ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે. હાલમાં પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હળવદના મેરૂપરમાં ફરજ બજાવતા મહિલા પ્રિન્સિપાલનો અડાલજમાં આપઘાત



