રાજ્યભરના માર્કેટિંગ યાર્ડને એક કરવા આગામી 1 મહિનામાં જાહેરાત કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં હવે એગ્રો માર્કેટિંગ કમિટીઝ એટલે કે અઙખઈતનું એક ફેડરેશન બનશે એવી જાણકારી સામે આવી છે. જેનાથી રાજ્યના તમામ માર્કેટિંગ યાર્ડ્ઝ હવે એક જ સંસ્થાની છત્રછાયામાં સમાવિષ્ટ થઈ જશે. આમ રાજ્યની દૂધ સહકારી મંડળીઓ અને ડેરીની જેમ જ હવે રાજ્યમાં અઙખઈતનું પણ એક ફેડરેશન બનશે.
રાજ્યમાં ખેડૂતો અને વ્યાપારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. હાલમાં રાજ્યમાં જેટલા પણ માર્કેટિંગ યાર્ડ અથવા અઙખઈત છે તેમને એક જ સંગઠનની છત્રછાયામાં લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આ માટે અમૂલનું અથવા ૠઈખખઋનું મોડેલ લાગુ પડાશે એવી માહિતી સામે આવી છે. રાજ્યમાં જેમ દૂધની સહકારી મંડળીઓનું ફેડરેશન અમૂલ છે તેવી જ રીતે હવે રાજ્યના તમામ માર્કેટિંગ યાર્ડનું એક રાજ્યસ્તરીય ફેડરેશન બનશે જેમાં તમામ અઙખઈતને આવરી લેવામાં આવશે. આ મામલે વધુ જાણકારી પ્રમાણે અઙખઈતના ફેડરેશનનું વડું મથક પાટનગર ગાંધીનગર ખાતે જ બનાવવાનું નક્કી થયું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત એક અન્ય માહિતી પ્રમાણે અઙખઈતના ટર્નઓવર પ્રમાણે ફેડરેશનની ચૂંટણી લડી શકાશે. જેને લઈને આગામી 1 મહિનાની અંદર અઙખઈતના ફેડરેશનની જાહેરાત થશે એવું સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્યની અઙખઈના ફેડરેશનના નિર્માણ માટે સૂચનો આપવા માટે એક મહત્વની બેઠક પણ મળી હતી. આ ઉપરાંત એક અન્ય માહિતી એવી પણ સામે આવી છે કે આ ફેડરેશન દ્વારા ભવિષ્યમાં અલગ અલગ અઙખઈના પ્રખ્યાત ઉત્પાદો અને ચીજવસ્તુઓનું વેચાણ પણ કરી શકાશે. આમ અમૂલ ફેડરેશનની તર્જ પર રાજ્યમાં માર્કેટિંગ યાર્ડને પણ પોતાનું એક ફેડરેશન મળશે જેનાથી તમામ માર્કેટિંગ યાર્ડનું પ્રતિનિધિત્વ પણ મજબૂત બનશે અને રાજ્યસ્તરીય વ્યવસ્થાનું નિર્માણ થશે.