જૂનાગઢના માર્કેડ યાર્ડ ખાતે ખેત પેદાશોનું વેચાણ કરવા આવેલા વંથલી, ભેસાણ, મેંદરડા, સરગવાડાના ધરતીપુત્રોની નાગરિકોને અચૂક મતદાન કરવા અપીલ જૂનાગઢ એપીએમસી ખાતે જિલ્લાભરમાંથી ખેત પેદાશોના વેચાણ માટે આવેલા ખેડૂતોએ તા.7મી મે એ અચૂક મતદાન કરવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ સાથે લોકશાહીના મહાપર્વમાં એક ખેડૂત તરીકે દરેક નાગરિકો – મતદારોને પણ મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી.આમ એપીએમસી ખાતે જણસી વેચાણ માટે આવેલા અનેક ખેડૂતોએ લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવું જોઈએ અને તા.7મી મે એ ગમે તે કામ હોય તો છોડીને પ્રથમ મતદાન કરવાનું છે, તે દેશ અને આપણી લોકશાહી માટે ખૂબ જરૂરી છે.
જૂનાગઢ જિલ્લાના ખેડૂતો કહે છે, પહેલા મતદાન.. પછી ખેતીકામ

Follow US
Find US on Social Medias