મનપા દ્વારા રખડતા ઢોરને પકડી ગૌશાળાના બદલે ગ્રામ્ય વિસ્તારમાં છોડતા વિરોધ
ગ્રામજનોએ પોલીસ અને વન વિભાગને લેખિતમાં ફરિયાદ આપી
- Advertisement -
ગિરનાર બોર્ડરના ગામડાઓમાં ઢોરને છોડવા આવેલા મહાપાલિકાના વાહનોને ખેડૂતોએ રોક્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરના રસ્તા પર ફરતા રખડતા ઢોરને પકડવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે ત્યારે છેલ્લા 10 થી વધુ દિવસથી ભેસાણ તાલુકાના કરીયા ગામ સહિતના આસપાસ ગામોમાં જૂનાગઢ મહાનગર પાલીકાના વાહનો પકડાયેલ રખડતા ઢોરને ગિરનાર જંગલ બોર્ડરના ગ્રામ્ય વિસ્તારમાં છોડી દેવાની જાણ ગ્રામજનો થતા ગઈકાલ જનતા રેઇડ કરી હતી જેમાં ઢોર ડબ્બામાં 10 જેટલી ગૌવંશ વગર ટેગ સાથે ઝડપી પાડયા હતા અને પોલીસ બોલવાની ફરજ પડી હતી. કરીયા ગામના ચંદ્રેશ ધડુકે ખાસ ખબર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ગઈકાલ મહાનગર પાલીકાના બોલેરો કાર અને ઢોર પકડવાના ડબ્બામાં 10 જેટલા પશુ પકડી પાડવા જનતા રેઇડ કરી હતી જેમાં વગર ટેગના પશુ મળી આવ્યા હતા અને ગ્રામજનો દ્વારા મનપાના વાહનોમાં છોડવા આવેલ પશુ ક્યાં લઇ જવામાં આવેછે તેની પુછપરછ કરતા જે ગૌશાળાનું નામ આપ્યું તે ગૌશાળાના સંચાલકને પૂછતાં કોઈ ખબર ન હોવાની વાત કરી હતી જયારે જનતા રેઇડ કરતા 10 જેટલા પશુ મામલે મામલો ગરમાયો હતો પોલીસ સ્ટેશન સુધી પોંહચ્યો હતો અને ગ્રામજનોએ પોલીસને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને આ બાબતે બે દિવસમાં કલેકટર સહીત અધિકરીઓને આવેદન પત્ર પણ આપવામાં આવશે અને જે લોકો ગ્રામ્ય વિસ્તારમાં ઢોર છોડવા આવેલ તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરશે. કરીયા ગામના ચંદ્રેશભાઈ ધડુકે વધુ,જણાવ્યું હતુંકે ગ્રામ્ય વિસ્તારમાં ઢોર છોડી મુકવાના કારણે ગિરનાર જંગલમાં વસતા સિંહ દીપડા જેવા વન્ય પ્રાણી ગામડા તરફ આવે છે અને પશુનું મારણ કરેછે જેના લીધે ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થાય છે અને ખેડૂતો પોતાની વાડી વિસ્તારમાં જાય છે ત્યારે વન્ય પ્રાણીનો સત્તત ભય જોવા મળેછે ચંદ્રેશભાઈ વધુ કેહતા કહ્યું કે છેલ્લા 10 થી 15 દિવસમાં 50 જેટલા પશુ છોડી ગયા છે જેમાં 25 જેટલાનો વન્ય પ્રાણીએ શિકાર કર્યો છે તેવો આક્ષેપ કર્યો હતો.
આ બાબતે ગ્રામજનો દૂધ નું દૂધ અને પાણી નું પાણી કરવા મક્કમ છે બે દિવસમાં જિલ્લાના મુખ્ય અધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવશે આ પેહલા પણ ભેસાણ પોલીસ અને વન વિભાગને લેખિત ફરિયાદ કરી હતી છતાં કોઈ પગલાં લેવામાં ન આવ્યા એટલે જનતા રેઇડ કરવામાં આવી જેમાં મૂંગા જીવ પશુને ખચોખચ ભરીને છોડવા આવેલ મનપા વાહનો રોકીને જનતા રેઇડ કરી હતી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
રખડતા ઢોર ગૌશાળામાં છોડવામાં સાચું કોણ ?
ભેસાણમાં ગઇકાલ ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોરના વાહનો સાથે જનતા રેઇડ કરવામાં આવી તે બાબતે મનપા સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા સાથે ખાસ-ખબર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જે ઢોરનું વાહન છોડવા ગયેલ તે વાહનને રસ્તામાં રોકી લેવામાં આવ્યું હકીકતે તે ગૌશાળામાં છોડવા માટે જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાની તમામ ગૌશાળાને 10 ઢોર રાખવાનો હુકમ કરેલ છે અને જે ઢોર ગામડામાં છોડી મુકાયેલ જોવા મળે તે ઢોર ગૌશાળા વાળા છોડી મુકેલ છે તેવું જણાવ્યું હતું હવે પ્રશ્ર્ન એ છેકે ગ્રામજનોએ જનતા રેઇડ કરી તો જે ગૌશાળાનું નામ આપ્યું તે ગૌશાળા ઇન્કાર કરી દીધો હતો તો કઈ ગૌશાળામાં છોડવા જતા હતા બીજું એ પણ ચેરમેન સાચું બોલ્યા કે ગૌશાળા વાળા છોડી મૂકે છે તો ગૌશાળા માં રખડતા ઢોર છોડવાના હુકમનો મતલબ શું આમાં સાચું કોણ જો ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો સાચી હકીકત સામે આવશે જયારે રખડતા ઢોર પકડી ગૌશાળા મુકવાની કામીગીરી કરતા રાજુભાઈ પરમાર સાથે વાતચીત કરવાની કોશિશ કરતા તે અધિકારી સાથે વ્યસ્ત હતા.