ફરહાન અખ્તરે નવી ફિલ્મની જાહેરાત કરી છે. મોશન પોસ્ટરમાં ‘3’ દેખાય છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં ફિલ્મ ‘ડોન’નું થીમ સોંગ સંભળાય છે. સાથે જ કેપ્શનમાં લખ્યું છે ‘નવા યુગની શરૂઆત’
જે ફિલ્મોમાં સિક્વલની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેમાંથી એક છે ડોન 3. સોશિયલ મીડિયા પર ચાહકો આ ફિલ્મ બનાવવાની માંગ કરી રહ્યા હતા.એટલું જ નહીં, ફરહાન અખ્તરની દરેક પોસ્ટ પર ફેન્સ કોમેન્ટમાં ‘ડોન 3’ વિશે લખતા રહે છે. એવામાં આજે ફરહાન અખ્તરે મોશન પોસ્ટર શેર કરીને નવી ફિલ્મની જાહેરાત કરી છે.
- Advertisement -
બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં ફિલ્મ ‘ડોન’નું થીમ સોંગ
જો કે તેને ફિલ્મનું નામ, કાસ્ટ કંઈપણ જણાવ્યું નથી.આ પોસ્ટ બાદ યુઝર્સ ઉત્સાહિત થઈ ગયા છે. મોશન પોસ્ટર સાથે જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક સંભળાય છે તે શાહરૂખ સ્ટારર ફિલ્મ ‘ડોન’નું થીમ સોંગ છે. ફરહાને કોઈ કેપ્શન લખ્યું નથી. મોશન પોસ્ટરમાં ‘3’ દેખાય છે. આ સાથે નીચે લખ્યું છે કે, ‘નવા યુગની શરૂઆત.’રિપોર્ટ અનુસાર, ‘ડોન 3’માં શાહરૂખ ખાન નહીં પરંતુ રણવીર સિંહ હશે.
View this post on Instagram- Advertisement -
શાહરૂખની ગેરહાજરીથી નિરાશ થયા છે ફેન્સ
આ કારણે શાહરૂખના ચાહકો ચોક્કસપણે નિરાશ થયા છે. કોમેન્ટ સેક્શનમાં એક યુઝરે લખ્યું, ‘સસ્પેન્સ બનાવવા માટે ડોન 3 લખવાનું ભૂલી ગયા.’ અન્ય એક યુઝરે કહ્યું, ‘પહેલા લોકોને શાહરૂખ ખાન સાથે સમસ્યા હતી.શાહરૂખ ના હોય તો પણ સમસ્યા છે. જો તમારે જોવું હોય તો સૂર્યવંશમ ઘરે બેઠા મફતમાં જુઓ. બીજાએ કહ્યું, ‘કોઈ આ ટ્યુન કેવી રીતે ભૂલી શકે.શાહરુખ સિવાય બીજું કોઈ ડોન ન હોઈ શકે.’
ફિલ્મ ક્યારે ફ્લોર પર જશે?
એક અહેવાલમાં જણાવ્યું છે કે ‘ગદર 2’ની સ્ક્રીનિંગ સાથે ટીઝર રિલીઝ કરવામાં આવશે.’ડોન 3’નું ટીઝર આ અઠવાડિયે જ આવશે. ડોન તરીકે રણવીર સિંહને લઈને ટીમ ખૂબ જ ઉત્સાહિત છે. રણવીર સિંહ સંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાવરા’ પૂરી કરશે ત્યારબાદ ‘ડોન 3’ ફ્લોર પર જશે. ફરહાન અખ્તર ફિલ્મના નિર્દેશક હશે અને ફિલ્મને 2025માં રિલીઝ કરવાનું આયોજન છે.