વેરાવળ વિખ્યાત ડૉ.અતુલ ચગનો ગળાફાંસો ખાઈ આપઘાત
સ્યુસાઇડ નોટ અને મોબાઈલ કોલ ડીટેલના પુરાવા આધારે તપાસ
- Advertisement -
આર્થિક વ્યહવારોની આશંકા આધારે પગલું ભર્યાનું તારણ
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ એસટી રોડ પર કાવેરી હોટલ પાછળ હોસ્પિટલ ધરાવતા નામાંકિત તબીબ એમડી ફિઝિશયન ડૉ.અતુલભાઈ ચગે ગઈકાલ વહેલી સવારે કોઈપણ સમયે સુસાઇડ નોટ લખી પંખે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ડોકટર આલમ અને શહેરના પ્રતિષ્ઠિત લોકોમાં ચકચાર મચી છે.
ડૉકટર અતુલ ચગે પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી જીવન ટૂંકાવ્યું હતું અને આપઘાત કરતા પેહલા એક સુસાઇડ નોટમાં એક જ લીટીમાં નારણભાઇ તથા રાજેશભાઈ ચુડાસમાના કારણે આત્મહત્યા કરતો હોવાનું મળતા ખળભળાટ મચ્યો છે.વેરાવળમાં સેવાભાવિ અને સારી નામના ધરાવતા લોહાણા સમાજના તબીબ ડૉ.અતુલ ચગ એમડીએ હોસ્પીટલના જ ઉપરના માળે આવેલ મકાનમાં પંખે લટકી ગળાફાંસો ખાઈ લીધો હતો.સવારે 11 વાગ્યે નિયમિત ડોકટર નીચે આવતા હોય આજે ન આવતા સ્ટાફે 11 વાગ્યા બાદ જોતા ગળેફાંસો ખાઈ લીધાનું જાણ થતાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.ઘટનાની જાણ થતાં હોસ્પીટલએ રાજકીય અને સામાજીક આગેવાનો અને તબીબો દોડી આવ્યા હતા.તબીબના ગળાફાંસો ખાવા પહેલા લખેલી એક લીટીની સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં સ્પષ્ટ રીતે લખ્યું હતું કે હું નારણભાઇ તથા રાજેશભાઇ ચુડાસમાના કારણે આત્મહત્યા કરું છું તેમ લખી અને નીચે સહી કરી છે.પોલીસે સ્યુસાઇડ નોટના આધારે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.નોંધનીય છે કે, ડૉક્ટરે કોરોના કાળમાં સારી સેવા બજાવી હતી. ત્યારે ક્યાં કારણોથી તેમને આપઘાત કરવો પડ્યો હતો તે દિશામાં પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
ખ્યાતનામ ડૉક્ટરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યાછે જે અનુસંધાને પોલીસે પરિવાર ની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર આપઘાતના બનાવ મામલે ઇન્ચાર્જ ડીવાયએસપી એમ.યુ.મસીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હાલ પરિવારના નિવેદન આધારે અકસ્માતનો ગુનોહ નોંધવામાં આવ્યો છે અને સ્યુસાઇડ નોટ જે મળી આવીછે તેને એફએસએલમાં મોકલી આપવામાં આવશે અને તેના હસ્તે લખેલી છે તેના પુરાવા એકત્ર કરવામાં આવશે તેની સાથે મોબાઈલ કોલ ડીટેલ સહીતના પુરાવા એકત્ર કરવામાં આવશે અને તપાસના અંતે જે સત્ય હશે તે બહાર આવશે તેમજ પરિવારના જણાવ્યા અનુસાર આર્થિક વ્યવહાર ના લીધે આપઘાત થયાનું સામે આવ્યું હોય તેમ જાણવા મળી રહ્યુંછે હાલ પોલીસે જીણવટ ભરી તપાસ કરીને પુરાવા એકત્ર થયા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
સ્યુસાઇડ નોટમાં સ્પષ્ટ કારણ નહીં ?
વેરાવળ નામાંકિત ડૉકટર દ્વારા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં જે સ્યુસાઇડ નોટ મળી આવી છે તેમાં જે નામો લખવામાં આવ્યા છે જે બાબતે ઇન્ચાર્જ ડીવાયએસપી પ્રતિક્રીયા આપતા જણાવ્યુ હતુ કે, સ્યુસાઇડ નોટમાં જે નામો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ કારણ કોઇ જણાવવામાં આવ્યુ નથી અને સ્યુસાઇડ નોટમાં લખેલ હસ્તાક્ષરનો એફએસએલ રિપોર્ટ કરાવવામાં આવશે અને તેના પુરાવા એકત્ર કર્યા બાદ સાચુ કારણ જાણવા મળશે.