પોલીસના યુનિફોર્મ સાથે રોફ જમાવનાર શખ્સ સામે ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
- Advertisement -
જૂનાગઢ શહેરમાં પોલીસ યુનિર્ફોમ પહેરીને નકલી એએસઆઇ બનીને રોફ જમાવનાર શખ્સને સી-ડીવીજન પોલીસે ઝડપીને તેની સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જૂનાગઢ ડીવાયએસપી નિતેશ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ સી-ડીવીઝન પીએસઆઇ આર.પી.વણઝારા તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે જૂનાગઢ શહેરના ગાંધીગ્રામ સિઘ્ધી વિનાયક હોસ્ટેલ પાસે યુવરાજ રામસિંહભાઇ જાદવ (ઉ.વ.20) હાલ રહે.જૂનાગઢ અને મુળ રહે.ગીર-સોમનાથ જિલ્લાના મંડોર ગામના યુવાનને પોલીસ યુનિફોર્મ સાથે ઝડપી પાડ્યો હતો અને આ ઝડપાયેલ યુવરાજ જાદવ સામે સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 170,171 મુજબ ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ સી-ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.