પ્રો. હિતેષભાઈ ચાંગેલા, ડો. નીરવ મણીયાર, કેતનભાઈ પરમાર, ચિરાગભાઈ માલવીએ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાત લઈ સમગ્ર કાર્યક્રમની માહિતી વર્ણવી હતી.
ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચર, કીચ સ્કૂલ ઓફ ડીઝાઈન અને વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજ દ્વારા આયોજન
- Advertisement -
ધો. 10, 11, 12ના વિદ્યાર્થીઓ સહિત તમામ વિદ્યાર્થીઓ માટે ઘરઆંગણે ત્રિવેણીસંગમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના આંગણે તા. 11, 12, 13 એપ્રિલના રોજ ત્રિવેણી સંગમ થશે. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે આર્કીટેકચર, ઈન્ટીરીયર ડીઝાઈન અને એન્જિનિયરિંગના વિવિધ અત્યાધુનિક પ્રોજેક્ટનું વિશિષ્ટ પ્રદર્શન સવારે 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી નિહાળી શકાશે. ધો. 10, 11, 12 સહિત તમામ ધોરણોના શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓએ આ તક ચૂકવા જેવી નથી. આર્કીટેકચર, ઈન્ટીરીયર ડીઝાઈન અને એન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ઘરઆંગણે ત્રિવેણીસંગમ છે.
સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ અને એકમાત્ર ડીગ્રી સેલ્ફ-ફાઈનાન્સ આર્કીટેકચર સંસ્થા, ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચર, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી-જીટીયુ સાથે સંલગ્ન સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ સેલ્ફ ફાઈનાન્સ ડીગ્રી ઈન્ટીરીયર ડીઝાઈનીંગ સંસ્થા કીચ સ્કૂલ ઓફ ડીઝાઈન અને સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ સેલ્ફ-ફાઈનાન્સ ડીગ્રી એન્જિનિયરિંગ કોલેજ વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજ દ્વારા આ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શનીમાં ટાઉનશીપ બિલ્ડિંગ ઈન્સ્ટીટયૂશનલ બિલ્ડિંગ, ઈન્ટીરીયર ડીઝાઈન અને એન્જિનિયરિંગના વિવિધ પ્રોજેક્ટના નિર્માણ હેતુ અનેકવિધ મોડેલ્સ, ડ્રોઈંગ, ફોટોગ્રાફ, એન્જિનિયરિંગ પ્રોટોટાઈપ તેમજ ડીઝાઈનની કૃતિઓ નિહાળી શકાશે. તા. 11 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ તથા વી.વી.પી.ના ટ્રસ્ટીઓ દ્વારા આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રદર્શનીમાં એન્જિનિયરિંગના વિવિધ અત્યાધુનિક, દેશોપયોગી અને સમાજોપયોગી પ્રોજેક્ટ નિહાળવાની તક ચૂકવા જેવી નથી.



