ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ તાલુકાના રૂપાવટી ગામમાં પૂર્વ સરપંચ જીજ્ઞેશ પરસોત્તમ હિરપરા ગામમાં બેફામ રીતે વર્તે છે. મંદિર, સહકારી મંડળી અને અન્ય ધાર્મિક સ્થળોએ તોફાન કરે છે અને રોજબરોજ ગામમાં હથિયાર નીકળી અને લોકોને ગાળો આપી ગામને નાબૂદ કરી દેવુ છે એક પણ માણસને જીવવા દઇશ નહી એવી ધમકી આપે છે. ગ્રામજનો પૂર્વ સરપંચના ત્રાસથી ત્રાહીમામ થઇ ગયા છે. આ વખતે જન્માષ્ટમી નિમિતે શોભાયાક્ષા પણ યોજાઇ ન હતી. આ શખ્સો પોતાના ખિસ્સામાં ઝેરી પદાર્થ રાખી આપઘાત કરવા ધમકી આપી નામ લખતા જવાની પણ ધમકી આપે છે. રૂપાવટી ગામના લોકોએ કલેકટર અને એસપીને આવેદનપત્ર આપી પૂર્વ સરપંચ જીજ્ઞેશ હિરપરા સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે.
જૂનાગઢના રૂપાવટીના પૂર્વ સરપંચનો અસહ્ય ત્રાસ: ગ્રામજનોનું આવેદન
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/09/junagadh-na-rupavati-gamna-purv-sarpanch-na-ashhay-tras-same-gramjanu-avedan-patara-860x478.jpg)