ખાસ-ખબર સંવાદદાતા
આમ આદમી પાર્ટીએ સોમવારે કહ્યું કે પાર્ટીના તમામ ધારાસભ્યોએ અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદે બની રહેવાનો આગ્રહ કર્યો છે, ભલે જ કોઈ પણ તપાસ એજન્સી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવે. ગત સપ્તાહે આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને ઊઉએ એક્સાઈઝ પોલિસી અંતર્ગત કેસમાં તપાસ માટે બોલાવ્યા હતા. જો કે તેમણે સમનને રાજકીય પ્રેરિત ગણાવીને તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. આપના મંત્રીઓ અને નેતાઓ વિરુદ્ધ કેન્દ્રીય તપાસ એજન્સીની હાલની કાર્યવાહીને લઈને જોવા મળતા રોષ વચ્ચે અરવિંદ કેજરીવાલે સોમવારે બપોરે પાર્ટીના ધારાસભ્યોની એક બેઠક બોલાવી હતી. બેઠક પછી દિલ્હીના મંત્રી આતિશી કહ્યું કે- જો કેજરીવાલની ધરપકડ થશે તો તેઓ જેલમાંથી જ પાર્ટીની સત્તાવાર રીતે કાર્ય કરવાની મંજૂરી માગવા કોર્ટનો દરવાજો ખટખટાવશે. ઊઉએ હાલમાં જ દિલ્હીના મંત્રી રાજકુમાર આનંદના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા.
ઊઉએ પાર્ટી સાંસદ સંજય સિંહની હાલમાં જ કથિત એક્સાઈઝ પોલીસ કૌભાંડ અંતર્ગત તેના ઘરે કલાકો સુધી દરોડા પાડ્યા હતા જે બાદ તેમની ધરપકડ કરી હતી.
ભારદ્વાજે કહ્યું કે- અધિકારી બેઠક માટે જેલમાં પણ જશે અને જો અમને બોલાવવામાં આવશે તો અમને જવામાં ખુશી થશે. તેમણે કહ્યું- સ્થિતિ એવી લાગી રહી છે કે અમે ટૂંક સમયમાં જ જેલમાં જ હશું. તેથી એવી શક્યતા છે કે આતિશીને જેલ નંબર-2માં રાખવામાં આવે અને મને જેલ નંબર-1માં અને અમે જેલની અંદર જ કેબિનેટ બેઠક કરીશું. અમે તે સુનિશ્ચિત કરીશું કે દિલ્હીની જનતા માટે થનારા કામો ન અટકે.
- Advertisement -
CM તો કેજરીવાલ જ રહેશે: આપ
મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે- બેઠકમાં હાજર તમામ ધારાસભ્યોએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કહ્યું જો તેઓની ધરપકડ થશે તો પણ તેઓ જ મુખ્યમંત્રી પદે બની રહેશે કેમકે દિલ્હીની જનતાએ સરકાર ચલાવવા માટે તેમણે જનાદેશ આપ્યો છે. ભારદ્વાજે સંવાદદાતાઓને કહ્યું- તમામ ધારાસભ્યોએ એકમતથી કહ્યું કે ભાજપ અને વડાપ્રધાન મોદી, કેજરીવાલથી ડરેલા છે. ભાજપ જાણે છે કે આ ચૂંટણી થકી કેજરીવાલને સત્તાથી બહાર ન કરી શકે અને આવું માત્ર ષડયંત્ર રચીને જ થઈ શકે.