વાયરલનો વાયરો: જૂનાગઢ સિવિલ હૉસ્પિટલમાં દર્દીઓની ભીડ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ ચોમાસાની સીઝન સાથે ગરમી અને બદલાતા વાતાવરણના લીધે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળે છે.જયારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર આમ ચાર જિલ્લાના દર્દીઓ સારવાર માટે આવે છે. હાલ ઋતુમાં ફેરફાર જોવા મળી રહ્યો છે જેના લીધે દર્દીઓનો ઘસારો જોવા મળે છે.જેમાં વાયરલ ઇન્ફેક્શન, તાવ શરદી, ઉધરસ, ઉલ્ટી, ઝાડા સહિતના રોગચાળો વકર્યો છે.
- Advertisement -
તેની સાથે મેલેરીયા, ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. મચ્છરની ઉત્પત્તિ માટે મુખ્યત્વે પાણી ભરેલા ખાડાઓ જવાબદાર છે અને વરસાદી પાણીના નિકાલન થતાં ખુલ્લામાં પડેલ ટાયર, માટલા, કુંડા કોડિયાં બોટલી જેવી જગ્યાએ મચ્છરનાં લારવા ઉત્પન્ન થતા મચ્છરનો પણ ઉપદ્રવ વધ્યો છે.હાલ પાણી જન્ય રોડ સાથે ઋતુમાં થતા ફેરફારના લીધે સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય છે.અને કેસ બારી સાથે દવા કાઉન્ટર ઉપર લાંબી લાઈનો જોવા મળે છે.