ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં છેલ્લા દિવસોથી સીઝનલ રોગચાળો વકરતો જાય છે. મચ્છરજન્ય રોગચાળાના ભય વચ્ચે પાણીજન્ય રોગોનાં દર્દીની સંખ્યા વધી રહી છે ત્યારે એક સપ્તાહમાં ઝાડા, ઉલ્ટી, તાવના 1200થી વધુ કેસ નોંધાયા છે.
આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી તા. રર થી ર8 જાન્યુઆરી સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુ અને ચિકનગુરનીયાના એક-એક કેસ તંત્રનાં ચોપડે નોંધાયા છે. જયારે સીઝનમાં મેલેરીયાના 0, ડેન્ગ્યુના 6 તથા ચિકનગુનિયાના પ કેસ નોંધાયા છે. શહેરમાં શરદી-ઉધરસના કેસ 941 તેમજ સામાન્ય તાવના 159 અને ઝાડા-ઉલ્ટીના કેસ 181 સહિત કુલ 1281 દર્દીઓ નોંધાયા હતા. રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ 6324 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા 784 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા 431 લોકોને નોટીસ પાઠવી છે.