જમ્મૂ-કાશ્મીરમાં ફરી એક વાર ટાર્ગટ કિલિંગની ઘટના બની છે, જેમાં કાશ્મીરી પંડિત સંજય શર્માની મૃત્યુ થઇ ગઇ છે. ત્યાર પછી લોકોએ ભારે હ્દયે તેમને છેલ્લી વિદાય આપી હતી. ત્યાર પછી સુરક્ષા દળના સૈનિકોએ અવેતીપોરામાં ઘર્ષણ દરમ્યાન એક આતંકીને ઠાર માર્યો હતો. જમ્મૂ-કાશ્મીર પોલીસએ જણાવ્યું કે, માર્યા ગયેલા આતંકીઓના મૃતદેહ હજુ સુધી કબ્જે કર્યા નથી.
ટ્વિટરના માધ્યમથી કાશ્મીર જોન પોલીસએ કહ્યું કે, પુલવામા જિલ્લાના પદગામપોરા અવંતીપોરામાં ઘર્ષણ શરૂ થઇ ગઇ. પોલીસ એને સુરક્ષા દળોની શોધખોળ ચાલુ છે. ત્યાર પછી એક વધુ ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપતા કહ્યું કે, ઘર્ષણમાં એક આતંકવાદી માર્યો ગયો. જોકે, તેનો મૃતદેહ અત્યાર સુધી કબ્જે થયો નથી.
- Advertisement -
A terrorist has been neutralised by security forces in an encounter in #Awantipora in #JammuandKashmir, police said
Read here https://t.co/cCLIKmK4dB
📷 @waseem_andrabi / HT pic.twitter.com/xOQZHs3uOJ
- Advertisement -
— Hindustan Times (@htTweets) February 28, 2023
ઘાટીમાં લોકો વચ્ચે ડરનો માહોલ
ઘાટીમાં ફરી એક વાર ટાર્ગટ કિલિંગની ઘટના બનતા ડરનો માહોલ વ્યાપક છે. જો કે, પોલીસ અને સુરક્ષા દળોનું કહેવું છે કે, આ ટાર્ગટ કિલિંગને પાર પાડનાર આતંકવાદીને ઠાર માર્યો છે.
સંજય પર આતંકવાદીએ ફાયરીંગ કર્યુ હતું
પુલાવામા જિલ્લાના અચનમાં રહેનારા સંજય શર્મા પર આતેકવાદીઓએ રવિવારના ગોળીબાર કર્યો હતો, જયારે તેઓ સ્થાનિક માર્કટમાં જઇ રહ્યા હતા. તેઓ બેંકમાં સુરક્ષા ગાર્ડના રૂપમાં કામ કરતા હતા, તેમની ઉંમર 45 વર્ષ હતી. ગોળી વાગ્યા પછી સંજય શર્મા લોહીથી લથબથ પડયા હતા, ત્યાર પછી પોલીસ કર્મીઓએ સ્થાળ પર પહોંચીને તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પરંતુ સંજય શર્માને ડોક્ટર બચાવી શક્યા નહોતા, છેલ્લે તેમને મૃતક જાહેર કર્યા હતા.