ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
મેંદરડા ખાતે તાલુકા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરોની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં તાલુકાના હોદેદારોની વરણી કરવામાં આવી જેમાં મેંદરડા તાલુકા પ્રમુખ કિશોરભાઈ પી. સોલંકી, ઉપ પ્રમુખ પી.ડી.ધાધલ, મહામંત્રી ચંદ્રેશભાઈ કામદાર, મંત્રી જબરભાઈ એચ.તગમડિયા, સુભાષભાઈ મકવાણા, ચૂનીભાઈ એમ.પાનસૂરીયાં નિમણૂંક સાથે મેંદરડા શહેર પ્રમુખ તરીકે રાજેશભાઈ સી.પારેખીયાં, ઉપ પ્રમુખ અશ્વિનભાઈ આર. મહેતા, મહામંત્રી દિનેશ ભાઇ એન. કોરિયા, મંત્રી મનોજ ભાઈ વી.ગજેરા, ભૂરાભાઈ ભરવાડને સર્વ સમંતિ સાથે શહેર અને તાલુકાના હોદેદારોની નિમણૂંક કરવામાં આવતા સ્નેહીજનો દ્વારા અભિનંદન પાઠવામાં આવ્યા હતા.
મેંદરડા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના શહેર અને તાલુકાના હોદ્દેદારોની વરણી
