મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળાની બાળાઓને મનગમતી વસ્તુ મળતા ખુશખુશાલ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.30
મોરબીના માધાપરવાડી ક્ધયા શાળામાં શૈક્ષણિક કીટ અર્પણ કરવા બદલ જોય ઓફ ગિવિંગ ગ્રુપના દાતાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું. મોરબી એટલે દાનવીર દાતાઓની ભૂમિ અહીંના લોકો પોતાની પરસેવાની કમાણી પરસેવા માટે વાપરવા પાવધરા છે, મોરબીમાં આબાલ, વૃદ્ધ, પશુ, પક્ષીઓ દરેક માટે કંઈકને કંઈક સેવાકાર્યો કરતા રહે છે, ત્યારે મોરબીની પીએમશ્રી માધાપરવાડી ક્ધયા શાળાની અનેકવિધ સહ અભ્યાસિક, મુલ્યલક્ષી પ્રવૃત્તિઓ મોરબીના જાગૃત અને સકારાત્મક અભિગમ સાથે કામ કરતા સોસીયલ મીડિયા,પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મોરબીના નિવૃત પોસ્ટ માસ્ટર ભાવિ રાવલ અને એમના મિત્ર મંડળના ગ્રુપ જોય ઓફ ગિવિંગ અને ગંગા ચેરીટેબલ ટ્રસ્ટ સુધી પહોંચતા ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દરમ્યાન તરફથી શાળાના 400 બાળકોને આ મુજબની વિદ્યા સહાય અર્પણ કરવામાં આવી.
- Advertisement -
બાલવાટિકાની દરેક વિદ્યાર્થીનીઓને 1 લંચ બોક્સ ધોરણ 1 અને 2 ના દરેક વિદ્યાર્થીને 2 નંગ ક્રોસ લાઈન નોટ બુક 144 પેજની તેમજ 1 પેન્સિલ બોક્સ ધોરણ 3 અને 4 દરેકને 2 નંગ ડબલ લાઈન નોટ બુક પેજ 144 તેમજ 1 પેન્સિલ બોક્સ ધોરણ 5 થી 8 દરેકને 5 નંગ ફૂલસ્કેપ ચોપડા તથા પાંચ-પાંચ પેન બાળાઓને પોતાના રોજ બરોજના શિક્ષણકાર્યમાં ઉપયોગી મનગમતી વસ્તુ પ્રાપ્ત થતાં ખુશખુશાલ થઈ ગઈ અને જોય ઓફ ગિવિંગ ગ્રૂપના સભ્યો આપીને આનંદ પ્રાપ્ત કર્યો,જોય ઓફ ગિવિંગ ગ્રુપ મોરબી સરકારી શાળાએ જતા ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને વિદ્યા સહાયનું કાર્ય વર્ષ 2012 થી કરે છે. આ ગ્રુપમાં કોઈ પ્રમુખ કે કોઈ હોદ્દાઓ નથી. તેમજ કોઈ બેંક એકાઉન્ટ પણ નથી ગ્રુપ મેમ્બરના સહયોગથી આ કાર્ય ચાલે છે. આ ગ્રુપની સ્થાપના ભાવિપ્રસાદ રાવલ નિવૃત પોસ્ટ માસ્તર મોરબી દ્વારા કરવામાં આવેલ હતી. તેમજ સહસ્થાપક ઘનશ્યામભાઈ અઘારા અજયભાઈ અન્નડકટ તેમજ સીતારામભાઈ રામાનુજ છે. બાળાઓને વિદ્યા સહાય આપવા બદલ શાળા પરિવાર વતી પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ દાતાઓનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને શાળા પરિવાર વતી આભાર પ્રકટ કર્યો હતો.3