રાજસ્થાનમાં થોડા સમયમાં વિધાનસભા ચુંટણી યોજાશે. જેથી ઇડીએ જલ જીવન મિશનમાં ઇડીને પ્રદેશમાં 25 સ્થળો પર રેડ પાડી છે.
ઇડી સતત રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીની ટીમોએ અધિકારીઓની સાથે CRP ફોર્સની સાથે રેડની કાર્યવાહી કરી છે. જલ જીવન મિશન કેસમાં ઇડીએ સમગ્ર રાજસ્થાનમાં 25 સ્થળો પર તપાસ કરી રહી છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, પ્રદેશમાં ઇડીની રેડને લઇને સુબોધ અગ્રવાલ સહિત કેટલાય અધિકારીઓના ઘર પર ટીમ પહોંચી છે. ઇડીની રેડમાં કેટલાય અધિકારીઓ અને ધનિક લોકોમાં હડકંપ મચી ગયો છે. સુબોધ અગ્રવાલ એડિશનલ ચીફ સેક્રેટરી છે. જયારે, પીએચઇડી મંત્રી મહેશ જોશી સુધી પણ ઇડીની તપાસ પહોંચી શકે છે.
હાલમાં, ACS અને સિનિયર બ્યૂરોકેટ IAS સુબોધ અગ્રવાલના ઘરે ઇડીની રેડ ચાલુ છે. તેમના ઘર, ઓફિસ સહિત 20 સ્થળો પર ઇડીની ટીમ પહોંચી છે. જયારે, કેડી ગુપ્તા, ચીફ ઇન્જિનિયર, દિનેશ ગોયાલ, ઇન્જિનિયર અને રામકરણ શર્મા, પ્રોપર્ટી ડીલરના જયુપરમાં આવેલા સ્થળો પર રેડની કાર્યવાહી કરી છે.
ઇડીની ટીમ હવે સિચવાલય અને વિભાગના કાર્યાલયમાં પણ સર્ચ કરી રહી છે. આ પહેલા પણ ઇડીએ જલવાયુ વિભાગથી જોડાયેલા કેટલાય અધિકારીઓ અને ધનિક લોકોના સ્થળો પર સર્ચ ઓપરેશન કર્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, ઇડીની આ કાર્યવાહી દરમ્યાન કેટલાક ખુલાસાઓ સામે આવી શકે છે. આ કેસમાં સુબોધ અગ્રવાલની જલ્દી જ ધરપકડ થઇ શકે છે.