ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર અને દાતાર ડુંગરના પહાડોમાં અનેક સિંહ પરિવાર વસવાટ કરેછે આજે વેહલી સવારે ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે ઉપલા દાતાર જગ્યાની નજીક આવેલ હાથી પથ્થર પાસે સિંહ લટાર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો આ પેહલા પણ અનેક વાર ગિરનાર અને દાતારની સીડી પર સિંહ લટાર મારવાના વિડીયો વાયરલ થયા છે ત્યારે વધુ એક સિંહ દાતાર પર આવેલ હાથી પથ્થરની જગ્યા પાસે આરામથી સીડી પર સિંહે લટાર મારી હોવાનો વિડીયો સામે આવ્યો છે.