ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
રાશન કાર્ડ ધારકોને કેવાયસી કરવાનું ફરજીયાત થયુ છે પરંતુ તેમા આધાર કાર્ડની જરૂર પડે છે પરંતુ 3 માસથી આધાર કાર્ડની કામગીરી જ બંધ છે જેથી આધાર કાર્ડમાં સુધારો કર્યાબાદ કેવાયસી થઇ શકે ત્યારે તાલુકામાં વ્હેલી તકે આધાર કાર્ડની કામગીરી ચાલુ કરવા લોક માંગણી ઉઠી છે. ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોનના ઉપ પ્રમુખ અને ગુજરાત સંગઠન મંત્રી પરસોત્તમ ભાઇ ભીખુભાઇ ઢેબરીયાના જણાવ્યા અનુસાર હાલમાં દરેક વ્યક્તિને ઇ.કેવાયસી કરાવવું ફરજીયાત થઇ ગયુ છે જો ઇ કેવાયસી ન કરાવે તો વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મળતી નથ, રાશનકાર્ડ ધારકોને રાશન મળતુ નથી., લોકોને ઇ કેવાયસી માટે આધાર કાર્ડની ખાસ જરૂર છે મેંદરડા સહિત ઘણા લોકોને આધારમાં ભૂલો છે તો પહેલા આધાર સુધારો કરાવવો પડે છે પણ લોકો આધારના સુધારા માટે જાય છે તો ત્યાંથી એવો જવાબ આપવામાં આવે છે કે, સુધારો બંધ છે મેંદરડામાં છેલ્લા 3 મહિલાથી આધારની કામગીરી બંધ છે જેથી લોકોને પોતાના કામ ધંધો છોડીને ધરમના ધકકા થાય છે.
મેંદરડામાં E – KYCની કામગીરી ત્રણ માસથી બંધ રહેતા લોકોને મુશ્કેલી



