ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
વિસાવદરમાં ધો.1રની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી તેના મિત્રની પરીક્ષા આપવા આવ્યો હતો. જ્યારે સુપરવાઇઝરના ઘ્યાનમાં આવતા તેણે તપાસ કરી હતી અને આ વિદ્યાર્થી ડમી હોવાનું સામે આવતા સુપરવાઇઝરે બન્ને વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -
વિસાવદરમાં ધો.12 સામાન્ય પ્રવાહનમાં અંગ્રેજી વિષયનું પેપર હતુ આ પેપર વિસાવદરની એપોલો ઇન્ટરનેશન સ્કૂલમાં 6 વિદ્યાર્થી પરીક્ષા આપવા આવ્યા હતા. જ્યારે સુપરવાઇઝર રીસીપ્ટ ચેક કરતા તેમા એક વિદ્યાર્થીનો ફોટો અલગ જોવા મળતા સુપરવાઇઝર ઘનશ્યામભાઇ ખુંટે શાળા સંચાલક અને સરકારના પ્રતિનિધીને જાણ કરી હતી બાદમાં વિદ્યાર્થીની પુછપરછ કરતા ચાંપરડામાં રહેતા વિદ્યાર્થીએ પોતાના મિત્રનું પેપર આપવા આવ્યાનું જણાવ્યુ હતુ. આ અંગે સુપરવાઇઝરે પરીક્ષા આપવા આવેલ ડમી વિદ્યાર્થી અને તેના મિત્ર સામે વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.