મતદાન બાદ ઉમેદવારો, ટેકેદારો જીતના આંકડા માંડતા રહ્યા
મતદાન ઓછું થતાં કોને ફાયદો અને કોને નુકશાન
- Advertisement -
સૌથી વધુ માંગરોળ બેઠક અને સૌથી ઓછુ જૂનાગઢ બેઠક પર મતદાન
ખાસ-ખબર સંવાદદાતા
2022ની વિધાનસભા ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકનો પ્રથમ તબકકામાં મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં યોજાયુ હતુ. જેમાં પાંચ બેઠકોમાં સરેરાસ 59.52 ટકા મતદાન થયુ હતુ. અગાઉની ચૂંટણીનાં આંકડા જોતા ખુબ નિરાશા નજક મતદાન જોવા મળ્યું હતુ. ઓછુ મતદાન થતા કયા પક્ષને ફાયદો અને કોને નુકશાન તેનું ગણીત કળી શકાતુ નથી. ચૂંટણી પંચ અને સામાજીક સંસ્થાઓ સહિતના લોકોએ વધુ મતદાન થાય તેના માટે ખુબ પ્રયાસો કર્યા છતાં મતદાન ઓછુ થયુ હતુ. મતદારો મતદાન કરવા ઘરની બહાર સુકામ ન નિકળ્યા તેના કારણો પોલિટીકલ પાર્ટીઓ શોધી રહી છે. એક તરફ લગ્નનો માહોલ હતો તો બીજી તરફ લોકોમાં મતદાન કરવાનો ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો.
જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકો પર નજર કરીએ તો જૂનાગઢમાં 55.82 ટકા, માણાવદર 61.16, કેશોદમાં 61.91, વિસાવદર 56.10, માંગરોળ 56.50 મતદાન જોવા મળ્યુ હતું. ત્યારે અગાઉ વિધાનસભા ચૂંટણી કરતા 2017ની ચૂંટણીમાં ચારથી પાંચ ટકા મતદાન ઘટયુ હતુ.મતદાન પૂર્ણ થયા બાદ શહેરનાં 1 થી 15 વોર્ડ અને ગ્રામ્ય વિસ્તારોમાં થયેલ મતદાનની ટકાવારી આધારે ઉમેદવારો અને ટેકેદારો મોડી રાત સુધી કયાં પક્ષને કયાંથી કેટલા મત મળશે તેનું ગણિત માંડવાનું શરૂ કર્યુ હતુ. પરંતુ મતદાન ઓછુ થતાં અને ત્રિજો હરિફ પક્ષ કોને ફાયદો કરાવશે અને કોને નુકશાન તે હજુ સુધી કોઇ પણ પાર્ટી સ્પષ્ટ કહી શકે તેમ નથી. જયારે હવે આગામી 8 ડિસેમ્બરે મતગણતરીનાં દિવસે ઇવીએમ ખુલ્યા બાદ મતદારોનો મિજાજ ખબર પડશે. હાલ મુખ્ય ત્રણ હરિફ પક્ષો જીતના દાવા કરી રહ્યા છે. ત્યારે ગુપ્ત મતદાન કરતા મતદારો કોના પર કળશ ઢોળ્યો તે જોવાનું રહ્યું.
- Advertisement -
કયાં વોર્ડમાં કેટલું મતદાન
વોર્ડ કુલ મતદારો થયેલ મતદાન ટકાવારી
વોર્ડ નં.01 15988 9374 58.63
વોર્ડ નં.02 16869 9314 55.21
વોર્ડ નં.03 17165 9767 56.90
વોર્ડ નં.04 12280 7499 56.47
વોર્ડ નં.05 19991 12148 60.77
વોર્ડ નં.06 16609 8813 53.06
વોર્ડ નં.07 17068 9341 54.43
વોર્ડ નં.08 17354 10623 61.21
વોર્ડ નં.09 19796 11246 56.81
વોર્ડ નં.10 17112 9073 53.02
વોર્ડ નં.11 21580 11746 54.43
વોર્ડ નં.12 13649 7393 4.17
વોર્ડ નં.13 16210 8059 49.72
વોર્ડ નં.14 16086 8310 51.66
વોર્ડ નં.15 17735 8964 50.54