આપણાં દેશમાં ત્યાગનો ખૂબ મોટો મહિમા કરવામાં આવ્યો છે.
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
કેટલાક સાધુ-સંતો પણ ભક્તોને દુન્યવી ચીજોનો ત્યાગ કરવાની સલાહ આપે છે. ગૃહત્યાગ કરો, સારા વસ્ત્રો ત્યાગીને એકાદ ટૂંકુ સિલાઈ વગરનું ભગવા રંગનું અધોવસ્ત્ર પહેરો, પગરખાનો ત્યાગ કરો, સ્વાદિષ્ટ અન્ન અને પીણા ત્યજો, પત્ની અને સંતાન આદિ સંબંધોનો ત્યાગ કરો, ધનને ક્યારેય સ્પર્શ ન કરો, વગેરે વગેરે.
વસ્તુત: આ સર્વથા ખોટું છે. આપણાં શાસ્ત્રોમાં એવું કહ્યું છે, ત્યાગીને ભોગવી જાણો. દુનિયાની આવશ્યક તમામ ચીજ-વસ્તુઓ જે તમારા દેહની સાચવણી માટે, એના રક્ષણ માટે અને એના પોષણ માટે જરૂરી છે, તે તમામ ચીજોનો ઉપયોગ તમે કરી શકો છો. જરૂર છે તમારા ચિત્તમાં એવો ભાવ ઉત્પન્ન કરવાની કે આ મારો દેહ એ ‘હું’ નથી. આવો ભાવ કેળવ્યા પછી તમામ દુન્યવી ચીજવસ્તુઓ તમારા માટે આનંદ-પ્રમોદનું સાધન બની રહેવાને બદલે તમારા શરીર માટેની આવશ્યક વસ્તુ બની જશે, તમારે વસ્તુનો ત્યાગ નથી કરવાનો, પણ એ વસ્તુ પ્રત્યેના મમત્વનો ત્યાગ કરવાનો. ગાડીમાં બેસતી વખતે તમે એવું માનો કે આ ગાડી તમારા માટે નથી, પરંતુ તમારા શરીર માટે છે. એવું જ અન્ય વસ્તુઓ માટે માની શકાય.
- Advertisement -
જરૂર આવા પ્રકારના ‘ડિટેચમેન્ટ’ની છે. કારણ વગર કે સમજ્યા વગર દેહને કષ્ટ આપવાથી ભગવાન નહીં મળે.